એપશહેર

કોરોના મહામારી વચ્ચે કેવી રીતે ખુલશે કોલેજો? UGCએ જાહેર કરી ગાઈડલાઈન્સ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં કોવિડ -19 વચ્ચે વર્ગો યોજવા અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જાણો ગાઈડલાઈન્સ..

I am Gujarat 6 Nov 2020, 2:20 pm
નવી દિલ્હી: દેશભરમાં હવે સ્કૂલો બાદ કોલેજ અને યુનિવર્સિટીઓ ખોલવાની તૈયારીઓ થઈ રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ આ માટે ગાઈડલાઈન્સ (UGC Guidelines) જાહેર કરી દીધી છે. જે મુજબ કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવતા કોલેજોને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, કોલેજ-યુનિવર્સિટીઓ તબક્કાવાર ખોલવામાં આવશે. જેમાં સૌથી પહેલા માસ્ટર્સ, રિસર્ચ અને ફાઈનલ યરના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ થશે. જે બાદ અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલવામાં આવશે.
I am Gujarat 10
પ્રતિકાત્મક તસવીર


UGCની ગાઈડલાઈન્સ અનુસાર, એક ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં આવશે. કોઈ પણ ક્લાસમાં જો 100 વિદ્યાર્થીઓ હોય, તો એક દિવસમાં માત્ર 50 જ વિદ્યાર્થીઓ આવી શકશે. જણાવી દઈએ કે, ગત મહિને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં (UGC Guidelines) જણાવવામાં આવ્યું હતું કે, 15 ઓક્ટોબર બાદ સ્કૂલ અને કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્યો લઈ શકે છે. જે બાદ કેટલાક રાજ્યોએ સ્કૂલો ખોલી દીધી છે. જ્યારે કેટલાક રાજ્યો સ્કૂલો અને યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યાં છે.

કોલેજ અને યુનિવર્સિટી માટે ગાઈડલાઈન્સ (UGC Guidelines)
  • તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કોલેજમાં એન્ટ્રી વખતે થર્મલ સ્ક્રીનિંગ થશે.
  • વિદ્યાર્થીઓને ભણાવવા માટે ક્લાસના સમય વધારવા અને અઠવાડિયામાં 6 દિવસનું શિડ્યૂલ બનાવવાનું સૂચન આપવામાં આવ્યું છે.
  • કોલેજોમાં અલગ-અલગ બેંચમાં ભણાવવામાં આવશે. આ દરમિયાન માસ્ક- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જરૂરી છે.
  • કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી મૌખિક રીતે લેવાશે.
  • જે વિદ્યાર્થીઓ ઑનલાઈન અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે યુનિવર્સિટીને વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
  • રેસિડેન્સિયલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેવાનું શરૂ કરી શકે છે, પરંતુ રૂમ શેયરિંગ પર રોક રહેશે.
  • જે વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જણાશે, તો તેમને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા અને સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓના આઈસોલેશનની વ્યવસ્થા પણ કરવી પડશે.

Read Next Story