એપશહેર

નિશ્ચિંત રહો, આધારમાં નથી તમારી આ માહિતી

Shailesh Thakkar | PTI 4 Apr 2018, 12:06 am
નવી દિલ્હી: આધાર સંખ્યા ઈશ્યુ કરનારી સંસ્થા UIDAIએ ડેટા સુરક્ષા અંગે સામાન્ય લોકોને આશ્વસ્ત કરતા કહ્યું કે, તેની પાસે આધાર હોલ્ડર્સ સાથે જોડાયેલી વધારે જાણકારી નથી. યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું કહેવું છે કે, તે આધાર હોલ્ડર્સના બેંક એકાઉન્ટ્સ, સ્વાસ્થ્ય, ફાયનાન્શિયલ અથવા સંપત્તિ સાથે જોડાયેલી કોઈ જાણકારી ધરાવતું નથી અને ન રાખશે. તેના ડેટાબેઝમાં આધારવાળાઓની એવી કોઈ જાણકારી નથી. સંસ્થાએ એક સાર્વજનિક સૂચનામાં કહ્યું કે, તેની પાસે આધાર હોલ્ડર્સ સાથે જોડાયેલી થોડીઘણી માહિતી છે જેમાંથી જેમાંથી કેટલીક ડેમોગ્રાફિક સૂચનાઓ પણ છે. સંસ્થા તરફથી આ વિશ્વાસ એ આશંકાઓ અને અટકળો વચ્ચે વ્યક્ત કરવામાં આવ્યો છે જે અનુસાર પોતાના ડેટાબેઝની સૂચનાઓના આધારે તે આધાર હોલ્ડર્સની દરેક ગતિવિધિ પર નજર રાખે છે. સંસ્થાએ કહ્યું કે, ‘નિશ્ચિંત રહો, UIDAI પાસે તમારા બેંક ખાતા, શેર્સ, મ્યુચુઅલ ફંડ, ફાયનાન્શિયલ અથવા સંપત્તિ, પરિવાર, જાતિ, ધર્મ અને શિક્ષણ સાથે જોડાયેલી કોઈ જાણકારી નથી. ન તો અમારા ડેટા આ જાણકારી ક્યારેય હશે.’ સંસ્થાએ મુખ્ય દૈનિક અખબારોમાં સાર્વજનિક સૂચના પ્રકાશિત કરી છે. તેમાં જુદા-જુદા મુદ્દા અને સામાન્ય જિજ્ઞાસા તથા સવાલો પર પોતાના તરફથી સ્થિતિ સ્પષ્ટ કરી છે. આમાં, સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે, ‘આધાર ઓળખાણ આપતું કાર્ડ છે નહીં કે, લોકો સાથે જોડાયેલી માહિતી મેળવવાનું માધ્યમ.’ ઉલ્લેખનીય છે કે, આધાર કાયદાને પડકારનારી અનેક અરજીઓની સુનવણી સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો