એપશહેર

1 વર્ષની બાળકીનું યૌન શોષણ કરનારા તેના કાકાને આજીવન કેદની સજા ફટકારાઈ

Hitesh Mori | I am Gujarat 18 Nov 2019, 9:15 pm
આમિર ખાન, નવી દિલ્હીઃ એક વર્ષની બાળકી પર વર્ષ 2012માં જાતીય શોષણના કેસમાં કોર્ટે મહત્વનો ચૂકાદો આપતા બાળકીના આરોપી કાકાને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે અદાલતે નોંધ લીધી છે કે આરોપીએ ‘કુટુંબના વિશ્વાસ સાથે દગો કર્યો સાથે ‘વિકૃતિ અને દુષ્કર્મ’ આચર્યું છે.’ હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો સામાજિક વ્યવસ્થાની પ્રકૃતિ અને પીડિતા આરોપીના સંબંધને જોતા વિશેષ ન્યાયાધીશ ડો. સૌરભ કુલશ્રેષ્ઠાએ આ ઘટનાને બાળક પરનું ‘ધૃણાસ્પદ કૃત્ય’ ગણાવ્યું. આરોપીએ બાળકીના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલું જ નહીં તેણે અત્યંત ઉગ્રતા અને વિકૃતિ દેખાડી છે. આરોપી અને પીડિત બાળકીનો પરિવાર એક જ ગામમાં રહેતા હતા. ગામની પ્રથા મુજબ બાળકી આરોપીને કાકા કહીને બોલાવતી હતી. 1 ડિસેમ્બર 2012ના રોજ બાળકીના પિતા આરોપી સાથે દારૂ પીને ઘરે પરત ફર્યા હતા. ત્યારે માતાએ જણાવ્યું કે આરોપી તેની બાળકીને લઈ ગયો હતો પરંતુ હજુ સુધી તેમની બાળકી ઘરે આવી નથી. જ્યારે બાળકી મળી આવી ત્યારે તે રડતી હતી. જ્યારે તેના શરીર પર તપાસ કરવામાં આવી તો તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા જોવા મળી. આ જોઈ માતા મદદ માટે રડવા લાગી. સ્થાનિકોએ દોડી આવ્યા અને આરોપીને પકડી પોલીસને સોંપી દીધો. આ અંગે કોર્ટમાં પીડિતાના વકીલ ચંદ્ર સુમને ધ્યાન દોરતા કહ્યું કે, MLC રિપોર્ટ મુજબ પીડિતાના શરીર પર જાતિય શોષણને કારણે પાંચ ઈજાના નિશાન જોવા મળ્યા. આ સાથે ફોરેન્સિક રિપોર્ટ મુજબ બાળકીના કપડા પરથી આરોપીના DNA પણ મળી આવ્યા છે. ઘટના બની ત્યારે લોહીના સેમ્પલમાં 161mg/100ml આલ્કોહોલ પણ મળી આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો