એપશહેર

SpiceJet News: દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી Spicejetની ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે ગેરવર્તણૂકની ઘટના

Spicejetની ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. Spicejetના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના 23 જાન્યુઆરી 2023ની છે. Spicejetની વેટ-લીઝ્ડ કોરેન્ડન ફ્લાઈટ (SG-8133) દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે અભદ્ર અને અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે ક્રૂ મેમ્બર્સે PIC અને સિક્યુરિટી સ્ટાફને જાણ કરી હતી.

Edited byParth Shah | I am Gujarat 23 Jan 2023, 11:34 pm
SpiceJet Incident: દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે પેસેન્જરે કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કર્યું હતું. જોકે હોબાળો બાદ આસપાસ બેઠેલા અન્ય મુસાફરોએ મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદમાં આરોપી મુસાફર અને તેના સાથીને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. બન્નેને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા છે. આ સંદર્ભમાં સ્પાઈસ જેટ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.
I am Gujarat Spicejet incident
દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી Spicejetની ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે ગેરવર્તણૂકની ઘટના


વિમાન માંથી નીચે ઉતારી સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા
સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના 23 જાન્યુઆરી 2023ની છે. સ્પાઈસજેટની વેટ-લીઝ્ડ કોરેન્ડન ફ્લાઈટ (SG-8133) દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે અભદ્ર અને અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે ક્રૂ મેમ્બર્સે PIC અને સિક્યુરિટી સ્ટાફને જાણ કરી હતી. જે બાદમાં મુસાફર અને તેના સાથીને વિમાન માંથી નીચે ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા છે.


વીડિયોમાં કેબિન ક્રૂ પેસેન્જરને સમજાવતા જોવા મળે છે
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેબિન ક્રૂ દ્વારા 'વૃદ્ધ' મુસાફરને સમજાવવામાં આવી રહ્યા છે. વૃદ્ધ મુસાફર કહે છે કે મેં કંઈ ખોટું નથી કહ્યું. હું તમારા પિતાની ઉંમરનો છું. જોકે આ દરમિયાન કેબિન ક્રૂ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આસપાસ બેઠેલા લોકોએ પણ દરમિયાનગીરી કરી વૃદ્ધાને શાંત પાડ્યા હતા. આ દરમિયાન અન્ય કેબિન ક્રૂ સ્થળ પર પહોંચી ગયા અને તેમના પાર્ટનરને સાથે લઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણી શકાયું નથી, પરંતુ સમગ્ર ઘટનાના કારણે અનેક મુસાફરો હેરાન થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


આરોપી 7 જાન્યુઆરીએ પેશાબ કાંડમાં ઝડપાયો હતો
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જર પર પેશાબ કરવાનો મામલો ગરમાયો હતો. ગત 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પેસેન્જર પર નશામાં શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની 7 જાન્યુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ઘટનાના 42 દિવસ બાદ તેની ધરપકડ થઈ શકે છે. મુંબઈનો રહેવાસી શંકર સતત ફરાર હતો. ત્યારબાદ તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેના મોબાઈલ લોકેશનના આધારે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે IPC 354,294,509,510 હેઠળ ગુનો નોંધ્યો છે.

DGCAનું કડક વલણ
આ ઘટના પર DGCAએ કડક વલણ અપનાવ્યું છે. આરોપી શંકર મિશ્રા પર પહેલાથી જ છ મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે વિમાનના પાયલટનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જોકે ક્રૂ યુનિયને આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે. કેબિન ક્રૂ યુનિયને એક નિવેદન જારી કરીને પાઇલટનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આકરી સજા તરીકે હાકલ કરી હતી.

Read Latest National News And Gujarat News

Read Next Story