એપશહેર

યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી યોગીને પાછા મઠમાં મોકલી દો: માયાવતી

માયાવતીએ વધુમાં કહ્યું કે હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છે કે યોગી આદિત્યનાથને ગોરખપુર મઠ મોકલવામાં આવે અને ઉત્તરપ્રદેશમાં જનતાના હિત માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે.

I am Gujarat 1 Oct 2020, 6:50 pm
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થાના મુદ્દે યોગી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. એએનઆઈ સાથેની વાતચીતમાં માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રદેશની કાયદો વ્યવસ્થા સંભાળવામાં સંપૂર્ણરીતે નિષ્ફળ સાબિત થયા છે. એક દિવસ પણ એવો પસાર નથી થતો કે જ્યારે મહિલાઓ પર અત્યાચાર ના થતા હોય.
I am Gujarat q9


માયાવતીએ કહ્યું કે જો તેઓ રાજ્યની કાયદો વ્યવસ્થા સંભાળી શકતા ના હોય તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. માયાવતીએ વધુમાં કહ્યું કે હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છે કે યોગી આદિત્યનાથને ગોરખપુર મઠ મોકલવામાં આવે અને ઉત્તરપ્રદેશમાં જનતાના હિત માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે.

માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ગુનેગાર, માફિયા અને બળાત્કારીઓને રોકવામાં યોગી સરકાર સંપૂર્ણરીતે નિષ્ફળ સાબિત થઈ છે. હાથરસના સામુહિક દુષ્કર્મકાંડ પછી એવું લાગી રહ્યું હતું કે સરકાર ગુનેગાર વિરુદ્ધ કડક પગલા લેશે પણ બલરામપુરમાં આ પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પણ એક દલિત વિદ્યાર્થિનીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે.

અહીં નોંધનીય છે કે હાથરસમાં સામૂહિક બળાત્કારના મામલે દેશમાં જુવાળ ફાટી નીકળ્યો છે આ દરમિયાન યુપીના બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. 22 વર્ષીય દલિત વિદ્યાર્થિની સાથે સામુહિક બળાત્કાર બાદ તેની કમર અને બંને પગ ભાંગી નાખ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી દેવાઈ હતી, જ્યાં થોડા સમય પછી તેને દમ તોડી દીધો હતો.

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ (Safdarjung hospital)માં કથિત હાથરસ ગેંગરેપ પીડિતા (Hathras gangrape victim)ના મોત બાદ મંગળવારે મોડી રાત્રે જ યુપી પોલીસ (UP Police)તેનું શબ ગામડે લઈને આવી. ગામવાળા અને યુવતીના પરિવારજનો વિનંતીઓ કરતા રહ્યા પરંતુ વિરોધ વચ્ચે પોલીસે રાતોરાત જ યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો