એપશહેર

પ્રેમમાં મળી નિષ્ફળતા, રામજન્મભૂમિ ચોકીની કોન્સ્ટેબલ મહિલાએ કરી પોતાના પ્રેમીની હત્યા

પોલીસ કોન્સ્ટેબલ મંદાકિની ઉર્ફ સંગીતાએ જ તેના પ્રેમી અને કોન્સ્ટેબલ યોગેશ ચૌહાણની હત્યા કરી હતી.

I am Gujarat 21 Oct 2020, 6:32 pm
અયોધ્યાઃ રામજન્મભૂમિ ચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ યોગેશ ચૌહાણની હત્યાનો ખુલાસો થઈ ગયો છે. આઠ ઓક્ટોબરના રોજ કોન્સ્ટેબલ યોગેશ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, યોગેશ ચૌહાણની હત્યા તે જ ચોકીમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ મંદાકિની ઉર્ફ સંગીતાએ કરી હતી. જેમાં મંદાકિનીનો સાથ તેની બે બહેનો અને અન્ય લોકોએ આપ્યો હતો. મંદાકિનીએ યોગેશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો અસ્વીકાર કરતા મંદાકિનીએ યોગેશની હત્યા કરવાનું પ્લાનિંગ કર્યુ હતું.
I am Gujarat up woman cop murders beau after marriage proposal
પ્રેમમાં મળી નિષ્ફળતા, રામજન્મભૂમિ ચોકીની કોન્સ્ટેબલ મહિલાએ કરી પોતાના પ્રેમીની હત્યા


પાંચ આરોપીની કરી ધરપકડ
પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ યોગેશની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ એક કાર, મૃતકના કપડા તેમજ એક તમંચો પણ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસે મૃતકના સળગેલા કપડા, પોલીસનું આઈકાર્ડ તેમજ આધારકાર્ડ પણ મેળવ્યું છે. ઓળખ છુપાવવા માટે મૃતકના ચહેરા પર ટોઈલેટ ક્લીનર પણ નાખવામાં આવ્યુ હતું. મંદાકિની કારમાં જ મથુરાથી ઈટાવા આવી હતી અને યોગેશને કારમાં બેસાડી લીધો અને ગળુ દબાવી અને લોખંડના સળીયાના તીક્ષ્ણ ઘા મારી હત્યા કરી હતી.

લગ્નનો પ્રસ્તાવ ફગાવતા મંદાકિનીએ ગોઠવ્યું ષડયંત્ર
મહિલા કોન્સ્ટેબલ મંદાકિની યોગેશ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જે માટે તેની બન્ને બહેનોએ પણ યોગેશને મનાવવાની ખૂબ જ કોશિશ કરી હતી. જોકે, જ્યારે યોગેશે સ્પષ્ટ ના પાડી તો ત્રણે બહેનોએ સાથે મળીને તેની હત્યા કરવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. અયોધ્યાથી રજા લઈને યોગેશ અને મંદાકિની પોતાના ઘરે જવા નીકળ્યા હતાં. જોકે, મંદાકિની યોગેશને પોતાના ઘરે ઈટાવા લઈ ગઈ અને એક લાખની સોપારી અપાવી અને બે અન્ય લોકોને હત્યા કરવા મનાવ્યા હતાં.

આ રીતે પોલીસે ઉકેલ્યો કેસ
રામજન્મભૂમિમાં તૈનાત કોન્સ્ટેબલ યોગેશ કુમાર સાત દિવસની રજા લઈને ઘરે જવા માટે નીકળો હતો. જોકે, એક દિવસ પહેલા ફોન પર સૂચના મળી કે, તે અત્યાર સુધી ઘરે નથી પહોંચ્યો ત્યારે તેનું છેલ્લું લોકેશન લખનઉમાં મળ્યું હતું. એસએસપીએ જણાવ્યું કે અન્ય એક કોન્સ્ટેબલ મહિલા પણ રજા લઈને નીકળી હતી. જેથી બન્ને સાથે હોવાની આશંકા ઘેરી બની હતી. જે પછીથી પોલીસે તાત્કાલીક ધોરણે તપાસ શરુ કરી હતી અને અંતે સમગ્ર કેસ ઉકેલ્યો હતો.

મોટી બહેન પણ હેડ કોન્સ્ટેબલ
લોખંડના સળીયાના તીક્ષ્ણ ઘા ઝીંકીને યોગેશની હત્યા કરવામાં આવી હતી. મંદાકિનીની મોટી બહેન મીના પણ મથુરામાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. યોગેશનો મૃતદેહ મળ્યા બાદ અયોધ્યા ડીઆઈજી દીપક કુમારે કહ્યું હતું કે,'ઈટાવાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ દરમિયાન કોન્સ્ટેબલ મંદાકિની અને તેની બહેન મીના તેમજ રમા સામે મજબૂત પુરાવાઓ મળ્યા છે. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો