એપશહેર

'રેપ ઈન ઈન્ડિયા' નિવેદન પર સંસદમાં હંગામો... 'રાહુલને દંડ આપો'ની ભાજપની માગ

Yogesh Gajjar | I am Gujarat 13 Dec 2019, 12:11 pm
નવી દિલ્હીઃ લોકસભામાં આજે રાહુલ ગાંધીના રેપને લઈને આપેલા નિવેદન પર ખૂબ હંગામો થયો. ભાજપની મહિલા સાંસદો સ્મૃતિ ઈરાની, લૉકેચ ચેટર્જી અને અન્ય સાંસદોએ રાહુલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી. ભાજપ તરફથી રાહુલ ગાંધીની માફીની માગણી કરાઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ગાંધી પરિવારના દીકરાએ, ગૃહના સાંસદે મહિલાના બળાત્કારનું આહ્વાન કર્યું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ભાજપ તરફથી રેપને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના નિવેદનનો જોરદાર વિરોધ કરાયો. શિયાળુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં વિપક્ષે સત્તાધારી પાર્ટીને ઘેરી. સ્મૃતિ ઈરાનીએ તેના પર જોરદાર વિરોધ નોંધાવતા કહ્યું, આજે દેશની મહિલાઓના સન્માનની વાત છે. રેપ જેવા ગંભીર ગુનામાં આ ગૃહના સદસ્ય, ગાંધી પરિવારના દીકરીએ જાહેરમાં રેપનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘રેપ ઈન ઈન્ડિયાથી શું તે દેશના પુરુષોને મહિલાઓનો રેપ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે?’ અમેઠીથી સાંસદ સ્મૃતિએ રાહુલને દંડ કરવાની સ્પીકરને માગણી કરી.ભાજપે રાહુલ ગાંધી માફી માગોના નારા લગાવ્યાભાજપના સાંસદો તરફથી ગૃહની કાર્યવાહી શરૂ થતા પહેલા જોરદાર હંગામો કરાયો. ભાજપની મહિલા સાંસદોએ ‘રાહુલ ગાંધી માફી માંગો’ના નારા લગાવ્યા. બીજી તરફ વિપક્ષના મહિલા સાંસદો અને અન્ય સદસ્યો શાંતિથી પોતાની સીટ પર બેઠેલા જોવા મળ્યા.ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સંથાલપરગણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેપની વધતી ઘટનાઓને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું, ‘મોદીનું મેક ઈન ઈન્ડિયા હવે રેપ ઈન ઈન્ડિયા બની ચૂક્યું છે. ભારતમાં દરરોજ મહિલાઓ સાથે રેપ જેવા અપરાધ થઈ રહ્યા છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો