એપશહેર

'રાહુલ મોદી'એ પાસ કરી UPSCની પરીક્ષા, નંબર આવ્યો 420

પ્રદીપ સિંહે સમગ્ર દેશમાં પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજા નંબરે જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા છે. આ વખતે કુલ 829 ઉમેદવારો સફળ થયા છે.

I am Gujarat 4 Aug 2020, 5:23 pm
નવી દિલ્હીઃ UPSCએ મંગળવારે 2019ની સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરી દીધું છે. વર્ષ 2019 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી લેખિત પરીક્ષા અને આ વર્ષે ફેબ્રુઆરી-ઓગસ્ટમાં થયેલા ઈન્ટરવ્યૂના આધારે UPSCએ મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં પ્રદીપ સિંહે સમગ્ર દેશમાં પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજા નંબરે જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા છે. આ વખતે કુલ 829 ઉમેદવારો સફળ થયા છે.
I am Gujarat upsc result 2019 rahul modi got 420 rank
'રાહુલ મોદી'એ પાસ કરી UPSCની પરીક્ષા, નંબર આવ્યો 420


જોકે આ વખતે ટોપરને બદલે 420 નંબરનો રેન્ક ધરાવતા ઉમેદવારની ચર્ચા વધારે છે. તેની પાછળનું કારણ છે ઉમેદવાર નું નામ 'રાહુલ મોદી'. રાહુલ મોદીનો રોલ નંબર 6312980 છે.

લિસ્ટ સામે આવ્યા બાદ લોકોએ મજા લેવાની શરૂ કરી દીધી. સોશિયલ મીડિયા પર લોકો તેને પીએમ મોદી અને રાહુલ ગાંધી સાથે જોડી રહ્યા છે. યૂઝર્સ તેના પર મીમ અને જોક્સ બનાવી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તો ફની કોમેન્ટ કરી. એક યૂઝર્સે લખ્યું,'સારું છે, કોઈ જગ્યાએ તો મોદી અને રાહુલ સાથે આવ્યા'


Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો