એપશહેર

ડબલ માસ્ક પહેરવાથી દૂર રહેશે કોરોના? ICMRના ડોક્ટરે કરી મહત્વની વાત

દેશમાં કોરોનાના કેસોએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે એવી વાતો પણ થઈ રહી છે કે, ડબલ માસ્ક પહેરવાથી કોરોના વાયરસના નવા પ્રકાર સામે રક્ષણ મળે છે. જોકે, ICMRના ડોક્ટરનું આ અંગે કંઈક અલગ જ કહેવું છે.

I am Gujarat 16 Apr 2021, 3:54 pm

હાઈલાઈટ્સ:

  • ICMRના કોમ્યુનિકેબલ ડિસીઝ ડિવિઝનના હેડ ડો. સમીરન પાંડાએ ડબલ માસ્ક અંગે કરી આંખ ઉઘાડનારી વાત.
  • ડો. સમીનર પાંડાએ કહ્યું કે, ડબલ માસ્ક પહેરવા કરતા સિંગલ માસ્ક યોગ્ય રીતે પહેરવું જરૂરી છે.
  • તેમણે કહ્યું કે, સારી ક્વોલિટીના ક્લોથના માસ્કનો ઉપયોગ કરવો પણ પૂરતો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Double Mask
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની ડરાવનારી લહેરની વચ્ચે ડબલ માસ્ક પહેરાવની ચર્ચા પણ ચાલી રહી છે. જોકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના કોમ્યુનિકેબલ ડિસીઝ ડિવિઝનના હેડ ડો. સમીરન પાંડાએ એ વાતને નકારી દીધી છે. તેમણે એક જ માસ્ક યોગ્ય રીતે પહેરવા પર ભાર આપ્યો છે.
અમારા સહયોગી ન્યૂઝ ચેનલ મિરર નાઉ સાથેની વાતચીતમાં ડો. સમીરને કહ્યું કે, 'જે રીતે કોરોના વાયરસનું મ્યૂટેશન થઈ રહ્યું છે, સંક્રમણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેના બેકગ્રાઉન્ડમાં એમ કહેવું કે, ડબલ માસ્ક પહેરવાનું યોગ્ય છે, કેમકે સિંગલ માસ્ક જૂના મ્યૂટેન્ટ માટે યોગ્ય હતો. હવે નવો મ્યૂટેન્ટ આવી ગયો છે એટલે તે સિંગલ માસ્કને ભેદીને કોઈને પણ સંક્રમિત કરી શકે છે. એવામાં જો કોઈ બે માસ્કનો ઉપયોગ કરે તો નવો મ્યૂટેન્ટ પ્રવેશી નહીં શકે. એ વાત તદ્દન ખોટી છે. તેમ ન કરવું જોઈએ.'

ડો. સમીરન પાંડાએ જણાવ્યું કે, 'ત્રણ પ્રકારના માસ્ક હોય છે, પહેલો સર્જિકલ, બીજો ક્લોથ માસ્ક અને ત્રીજો જેમાં રેસ્પાયરેટર્સ લાગેલા હોય છે. તેને તમે અલગ-અલગ પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકો છો. હું કહીશ કે સારી ક્વોલિટીનું સર્જીકલ માસ્ક કે સારી ક્વોલિટનું ક્લોથ માસ્ક જ પૂરતું છે. ક્લોથ માસ્કનો ઉપયોગ કર્યા પછી તમે તેને ધોઈને-સાફ કરીને ફરી ઉપયોગ કરી શકો છો. જો તમે 5 દિવસ માટે 5 માસ્ક રાખો છો, તો તમે તેને ધોઈને એક-એક કરીને ફરીથી ઉપયોગ કરી શકો છો.'


ડો. સમીરને માસ્કના યોગ્ય ઉપયોગ પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, 'હું કહેવા ઈચ્છીશ કે માસ્કનો ઉપયોગ જરૂરી છે, પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવો વધુ જરૂરી છે. તેને દાઢી પર, ગર્દન પર કે પછી પાછળ ન લટકાવવો જોઈએ. હકીકતમાં એવું જ થઈ રહ્યું છે. એટલે માસ્કનો યોગ્ય ઉપયોગ અને સતત ઉપયોગ જરૂરી છે. સત ઉપયોગથી મારો કહેવાનો અર્થ એ છે કે, એવી સ્થિતિમં ફેસ માસ્ક જરૂરી છે, જ્યારે તમે ભીડવાળી જગ્યામાં જાઓ છો કે પછી જાહેર જગ્યામાં જાઓ છો. મને ખબર છે કે, દરેક વ્યક્તિ કોઈ પ્રિવેન્ટિવ ઉપાય કરી રહી છે, પરંતુ મારો બચાવ મારા હાથમાં છે. એટલે હું યોગ્ય રીતે માસ્ક પહેરીને પોતાને સુરક્ષિત રાખી શકું છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો