એપશહેર

ઉત્તરાખંડ કેબિનેટનો નિર્ણય, સામાન્ય જનતાને ચારધામના દર્શનની મંજૂરી નહીં

Shailesh Thakkar | I am Gujarat 17 Apr 2020, 12:09 am
દેહરાદૂન: ઉત્તરાખંડ કેબિનેટે નક્કી કર્યું છે કે, ચારધામોના કપાટ ખુલતી વખતે સામાન્ય જનતાને ચારેય ધામના દર્શનની અનુમતિ નહીં મળે. અત્યારે સામાન્ય જનતાને લૉકડાઉન સુધના સમયગાળા માટે ધાર્મિક સ્થળો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કેબિનેટે એ પણ નક્કી કર્યું છે કે, ઉત્તરાખંડમાં 17 એપ્રિલથી સચિવાલય અને વિધાનસભા ખુલશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:કેબિનેટના નિર્ણય અનુસાર, 17 એપ્રિલથી જ મંત્રી પણ વિધાનસભામાં બેસી શકશે. અનુસચિવથી ઉપરના કર્મચારી સચિવાલય અને વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ઉદ્યોગ ચલાવવા માટે છૂટ આપવામાં આવી શકે છે પણ આના માટે સરકારની પરવાનગી લેવી પડશે. ઉદ્યોગ શરૂ કરવા માટે જે-તે જિલ્લાના કલેક્ટરની પરવાનગીની જરૂર રહેશે.લગ્ન, અંત્યેષ્ટિમાં પણ સોશિયલ ડિસ્ટન્ટિંગ રાખવામાં આવેકેબિનેટે એ પણ નક્કી કર્યું કે, લગ્ન કરવા તથા અંત્યેષ્ટિ કરવાની છૂટ મળશે પણ આના માટે તંત્રની પરવાનગી જરૂરી રહેશે. 5 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગ્નને પરવાનગી મળશે જ્યારે અંત્યેષ્ટિમાં 20 લોકોને મંજૂરી હશે.સાર્વજનિક સ્થળોએ માસ્ક જરૂરીકેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે, લૉકડાઉનમાં 5થી વધુ વ્યક્તિઓથી વધુ કોઈપણ સાર્વજનિક સ્થળે પાબંદી રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કેબિનેટે એ નિર્ણય પણ લીધો કે, આ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં રોડ, રેલવે અને હવાઈ એમ તમામ પ્રકારનાો વાહન વ્યવહાર બંધ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો