એપશહેર

ચારધામઃ બદરીનાથ-કેદારનાથના પૂજારીઓ થશે ક્વોરન્ટીન!

Gaurang Joshi | TNN 12 Apr 2020, 4:27 pm
દહેરાદૂનઃ કોરોના વાયરસના ભય વચ્ચે ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તારીખ પણ નજીક આવી રહી છે. જેથી બદ્રીનાથ અને કેદારનાથના રાવલ (પૂજારીઓ)ને ચાર ધામ યાત્રા શુભારંભ માટે 15 એપ્રિલ સુધી પહોંચવાનું કહેવામાં આવ્યું છે. આથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ હેઠળ બન્ને પૂજારીઓને 14 દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવી શકે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો29 એપ્રિલે ખૂલશે કેદારનાથના કપાટએપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ઉત્તરાખંડના ચારે ધામના કપાટ ખુલવાના છે. આ પહેલા જ બદ્રીનાથ અને કેદારનાથના પૂજારીઓને ક્વોરન્ટીન કરવા માટે આ પગલું ઉઠાવવાની વાત કહેવામાં આવી રહી છે. 26-27 એપ્રિલના રોજ ગંગોત્રી-યમુનોત્રી ધામ અને 29-30 એપ્રિલના રોજ કેદારનાથ-બદ્રીનાથના કપાટ ખુલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ જ કારણોસર બદ્રીનાથ-કેદારનાથ ધામના પૂજારી, ઉપપૂજારી, અને સેવા આપનારને પહેલા જ બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેરળ અને કર્ણાટક બન્ને જગ્યાએથી પૂજારીઓ આવશે. કેદારનાથના પૂજારી લિંગાયત સમૂદાયના હોય છે, તો બદ્રીનાથના પૂજારી કેરળના નમ્બૂદરી બ્રાહ્મણ હોય છે.ચમોલી અથવા જોશીમઠમાં ક્વોરન્ટીન કરવા પર મંથનચારધામ વિકાસ પરિષદના ઉપાધ્યક્ષ આચાર્ય શિવ પ્રસાદ મમગાંઈ અનુસાર આ પૂજારીઓને ચમોલી અથવા જોશીમઠમાં ક્વોરન્ટીન કરવા પર વિચાર ચાલી રહ્યો છે. આ સાથે જ એ સૂચન પણ કરવામાં આવી રહ્યું છે કે કપાટ ખુલવાની વિધિમાં માત્ર જરુરી હોય તેવા લોકોનો જ સમાવેશ કરવામાં આવે. મંદિરોના કપાટ તો મુહૂર્ત અનુસાર નક્કી કરેલી તિથિઓ પર ખોલી નાખવામાં આવશે પરંતુ ભગવાનના દર્શન માટે ભક્તો ક્યારે આવશે તેનો નિર્ણય કેન્દ્રની ગાઈડલાઈન પછી જ નક્કી કરવામાં આવશે.ચારધામ યાત્રા પર 30 ટકાની વસ્તી કરે છે નિર્ભરચારધામ યાત્રાનું ઉત્તરાખંડની અર્થવ્યવસ્થામાં પણ મહત્વનું યોગદાન છે. આ યાત્રા 12 હજાર કરોડ કરતાં પણ વધારેની ગતિવિધિ માનવામાં આવે છે. જેના પર પ્રદેશની 30% વસ્તી આધાર રાખે છે. કોરોના સંક્રમણના કારણે યાત્રા શરુ થવા પર અથવા તો થશે કે કેમ? તેવી આશંકાઓ વચ્ચે મોટાભાગના બુકિંગ રદ થઈ ચૂક્યાં છે. જોકે, હજુ પણ યાત્રા અંગે પ્રદેશ સરકારના સ્તર પર કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો ન થી. પ્રદેશમાં ચારધામ યાત્રાની સીઝન મે અને જુનમાં પૂરબહારમાં ખીલી ઉઠે છે. આ સ્થિતિમાં ચારધામનો નિર્ણય સ્થાનીક સરકાર પર આધાર રાખે છે.ઉત્તર પ્રદેશઃ લૉકડાઉનમાં આ પોલીસ અધિકારીએ વાંદરાઓને આપ્યું ભોજન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો