એપશહેર

દેશમાં યુવાવર્ગનું રસીકરણ શરુ કરવુ જોખમી સાબિત થશે

દેશમાં મર્યાદિત વેક્સીન પૂરવઠો અને સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે રસીકરણનો મુખ્ય ઉદેશ સંક્રમણથી થતી મોતને અટકાવવા અને હોસ્પિટલમાં દાખલ થવાની જરુરતને ઓછી કરવાનો છે

I am Gujarat 10 Apr 2021, 11:42 pm

હાઈલાઈટ્સ:

  • રસી કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે અસરકારક છે એ અંગેના પૂરતા પૂરાવા પણ નથી
  • 18થી45 વર્ષના લોકોનું રસીકરણ થયુ તો સંક્રમણના સામાન્ય લક્ષણો દેખાશે નહીં
  • યુવાનોમાં સંક્રમણ પછી ગંભીર બીમારીના લક્ષણો નથી, મૃત્યુનું પ્રમાણ ઓછુ છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 4
નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણ વચ્ચે મહામારીની બીજી લહેરએ કહેર વર્તાવ્યો છે, એવામાં દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણનો મુદ્દો ઉભો થયો છે. પરંતુ નિષ્ણાંતોના મત મુજબ દેશમાં યુવાવર્ગ, એટલે 18થી વધુ વયના યુવાનોનું રસીકરણ શરુ કરવુ વર્તમાન સ્થિતિ માટે વધુ જોખમી બને શકે છે.
આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજાવતા એડવર્ડ ઇફેક્ટ ફોલોવિંગ ઇમ્યૂનાઇજેશનના સલાહકાર ડો. એનકે અરોડાએ કહ્યું કે, દેશમાં મર્યાદિત વેક્સીન પૂરવઠો અને સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે રસીકરણનો મુખ્ય ઉદેશ સંક્રમણથી થતી મોતને અટકાવવા અને હોસ્પિટલમાં દાખલ થવાની જરુરતને ઓછી કરવાનો છે.

ડો. અરોડાના મત મુજબ દેશમાં રસીનો પર્યાપ્ત પૂરવઠો હોત તો તમામ વયસ્કો માટે રસીકરણ અભિયાન શરુ કરી શકાત. પરંતુ વાસ્તવિકતા ઘણી આ સ્થિતિથી ઘણી દૂર છે. દેશ રસીકરણ અભિયાનને મહામારીના એવા સમયે સફળ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે જ્યારે રસી મર્યાદિત પૂરવઠામાં ઉપલબ્ધ છે અને સંક્રમણથી થતી મોતને અટકાવવા કે ઓછી કરવાન અને સંક્રમણના નવા કેસ પર કાબૂ મેળવવો અંત્યત જરુરી છે.

રસીને લઇને તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં આપણી પાસે પૂરતા પૂરાવા નથી કે રસી સંક્રમણના ફેલાવાને રોકવા માટે કારગર છે. કારણ કે દેશમાં એવા કેસ પણ સામે આવ્યા છે જ્યાં રસીના ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આ દરમિયાન તેમણે 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરવાનુ જોખમી ગણાવ્યું હતું. તેમનું માનવુ છે કે આ વર્ગના લોકોના રસી આપવાથી તેમનામાં દેખાતાં સંક્રમણના થોડા લક્ષણો પણ જોવા નહીં મળે, જેના માટે વેક્સીનને પ્રભાવી માનવામાં આવે છે. 18થી 45ની ઉંમરના લોકોમાં સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળે છે અને સંક્રમણ પછી ગંભીર બીમારીના કોઇ લક્ષણો જણાયા નથી. આથી આ ઉંમરવર્ગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નથી.

ભારતમાં કોરોના સંક્રમણના લીધે થતી મોતના કુલ 88 ટકા મૃત્યુના કેસ 45થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળ છે આથી જરુરી એ છે કે મર્યાદિત રસીની સામે જરુરિયાતવાળાને રસી મળે. હાલમાં રસીકરણ માટે પ્રાથમિક યાદી જોખમ અને ઉંમરના આધારે કરવામાં આવી છે. જેથી મૃત્યુના દર અને નવા કેસ પર કાબૂ મેળવી શકાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો