એપશહેર

બાળકો પર કોરોના વેક્સિનનો ટ્રાયલ આરંભ, કાનપુરમાં 2 વર્ષની બાળકીને આપવામાં આવી Covaxin

ગુરુવારે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે બે વર્ષ અને આઠ મહિનાની બાળકીને કોવેક્સિન આપવામાં આવી છે, કુલ પાંચ બાળકોને રસી અપાઇ છે

I am Gujarat 24 Jun 2021, 10:05 pm
નવી દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઇને કેન્દ્ર સરકાર પૂર્વ તૈયારીઓ કરી રહી છે. દેશભરના હોસ્પિટલ્સમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થાથી માંડીને બાળકો માટે કોરોના વેક્સિન પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. એવામાં ભારત બાયોટેકે તેની કોરોના વેક્સિન Covaxinનો બાળકો પર ટ્રાયલ શરુ કરી દીધો છે. જે હેઠળ ગુરુવારે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે બે વર્ષ અને આઠ મહિનાની બાળકીને કોવેક્સિન આપવામાં આવી છે.
I am Gujarat 6

બાળકો માટે સપ્ટેમ્બરમાં આવશે દેશી વેક્સીન, એ પહેલાં ફાઈઝરને મળી શકે છે મંજુરી: AIIMS
બાળકી કાનપુરના એક તબીબની પુત્રી છે અને અહીંના એક જાણીતાં હોસ્પિટલ ખાતે બાળકીનું રસીકરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અહીં 2-6 વર્ષની ત્રણ બાળકીઓ અને બે બાળક સહિત પાંચ બાળકોને રસી આપવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે કેટલી ખતરનાક? ડો. ગુલેરિયા કરી મહત્વની વાત
હોસ્પિટલના પ્રશાસનના જણાવ્યા મુજબ રસીકરણ બાદ બાળકોને ઘરે મોકલતાં પહેલા બે કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જે બાળકો પર રસીનો ટ્રાયલ કરવામાં આવ્યો છે તેમની સુરક્ષા પ્રોફાઇલ પણ તૈયાર કરવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-DCGIએ મે મહિનામાં ભારત બાયોટેકને બે વર્ષથી ઓછી વયના બાળો પર કોવેક્સિનના 2-3 તબક્કે ટ્રાયલની મંજૂરી આપી હતી. AIIMS દિલ્હી અને પટનાની અનેક હોસ્પિટલ્સમાં પણ બાળકો પર કોવેક્સિનનું પરીક્ષણ શરુ કરવામાં આવ્યું છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવતા રોકી શકાશે, નીતિ આયોગના સભ્યએ બતાવ્યો ઉપાય
બીજી તરફ દિલ્હી એમ્સમાં 2થી 18 વર્ષના બાળકો પર ચાલી રહેલું કોવેક્સિનનું ટ્રાયલ નવા તબક્કે પહોંચ્યું છે. જેમાં 2થી6 વર્ષના બાળકોને પહેલી વાર કોવેક્સિન અપાશે. આ ટ્રાયલમાં મોટાભાગે આરોગ્ય કર્મચારીઓના બાળકો સામેલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક બાળકોમાં એન્ટીબોડીઝ પણ મળી છે.

Read Next Story