એપશહેર

સરકારે કરી મોટી વાત, થોડા મહિનામાં જ આવી જશે દેશી કોરોના વેક્સીન

ભારતમાં ત્રણ વેક્સીન કેન્ડિડેટ્સની ક્લિનિકલ ટ્રાયલ એડવાન્સ્ડ સ્ટેજમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકો વેક્સીન બનાવવાની દિશામાં બીજા કરતા ઘણા આગળ છે.

I am Gujarat 19 Nov 2020, 4:23 pm
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે દેશવાસીઓને એક મોટું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકો કોવિડ વેક્સીન બનાવવાની દિશામાં ઘણા આગળ વધી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, આગામી થોડા મહિનામાં જ ભારતની પોતાની કોરોના વેક્સીન આવી જશે. 'ધ શિફ્ટિંગ હેલ્થકેર પેરાડિમ ડ્યુરિંગ એન્ડ પોસ્ટ-કોવિડ' પરના વેબિનાર FICCI FLOને સંબોધી રહ્યા હતા.
I am Gujarat Desi Corona Vaccine


આરોગ્ય મંત્રીએ કહ્યું કે, 'જ્યાં સુધી કોરોના વેક્સીન ડેવલપમેન્ટને લઈને રિસર્ચની વાત છે તો આપણા વૈજ્ઞાનિક બીજા કરતા ઘણા આગળ છે. આપણે એ સ્થિતિમાં છીએ કે હું ભારતવાસીઓને પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે, હવેથી થોડા મહિનામાં જ આપણી પાસે આપણી પોતાની વેક્સીન હોવી જોઈએ.'


ભારતમાં ત્રણ વેક્સીન કેન્ડિડેટ્સની ક્લિનિકલ ટ્રાયલ એડવાન્સ્ડ સ્ટેજમાં છે. તેમાં કોવેક્સીન, કોવીશીલ્ડ અને જાઈકોવ-ડી સામેલ છે. વેક્સીન બનાવતી કંપની ભારત બાયોટેક કોવેક્સીનું નિર્માણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની મદદથી કરી રહી છે. આ વેક્સીન ભારત બાયોટેકના BSL-3 હાઈ કન્ટેનમેન્ટ ફેસિલિટીમાં બની રહી છે. તેને મનુષ્યો પર પહેલા અને બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) તરફથી મળી ચૂકી છે.

જ્યાં સુધી વાત કોવીશીલ્ડની છે તો તે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) અને આસીએમઆરના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવી રહી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ભારતની કંપની છે અને તે દુનિયામાં બીજા નંબરે સૌથી મોટી સંખ્યામાં વેક્સીનનું ઉત્પાદન કરે છે. કોવીશીલ્ડ ક્લીનિકલ ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કામાં છે.

હવે વાત ઝાયકોવ-ડીની. દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા તે બનાવી રહી છે. પહેલા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલમાં આ વેક્સીન સુરક્ષાના માપદંડોમાં પાસ થઈ છે. હવે, ઝાયકોવ-ડીની બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

આ દેશી કંપનીઓ ઉપરાંત ભારત સરકારે પણ કોરોના વેક્સીન માટે મોટી તૈયારી કરી છે. નરેન્દ્ર મોદી સરકારે અલગ-અલગ કંપનીઓ સાથે વેક્સીનની ડીલ કરી છે. કેન્દ્રની નોવાવેક્સ સાથે 1 અબજ ડોઝની ડીલ, ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા સાથે 5500 મિલિયનની ડીલ, રશિયાની ગેમેલિયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ સાથે 100 મિલિયન વેક્સીનની ડીલ થઈ ચૂકી છે.

દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં લગભગ 90 લાખ કેસદરમિયાનમાં, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 45,576 નવા કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 89,58,484 થઈ. 585 નવા મોત બાદ કુલ મૃત્યુઆંક 1,31,578 થયો છે. 3,502ના ઘટાડા બાદ સક્રિય મામલા 4,43,303 થયા. 48,493 નવા ડિસ્ચાર્જ બાદ કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 83,83,603 થઈ. ICMRએ જણાવ્યું કે, 18 નવેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 12,85,08,389 સેમ્પલ ટેસ્ટ કરાયા, જેમાંથી 10,28,203 સેમ્પલ ટેસ્ટ ગઈકાલે (બુધવારે) કરવામાં આવ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો