એપશહેર

અગ્નિવીરો માટે પેન્શન છોડવાની વરુણ ગાંધીની જાહેરાત, જાણો સાંસદ-ધારાસભ્યોની સેલરીનું ગણિત

MP-MLA Salary, Allowances And Pension Details: ભાજપના સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi)એ કહ્યું કે, જો અગ્નિવીરોને પેન્શનનો અધિકાર નથી તો તેઓ પોતે પોતાનું પેન્શન છોડવા માટે તૈયાર છે. તેઓએ કહ્યું કે, અગ્નિવીરોને પેન્શન ન મળવાના કારણે ભવિષ્યમાં તેઓને સાંસદ તરીકે મળનારા પેન્શનને છોડવા માટે તૈયાર છે. વરુણ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, અગ્નિવીર પેન્શનના હકદાર નથી તો જનપ્રતિનિધિઓને આ સુવિધા કેમ મળવી જોઈએ?

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 24 Jun 2022, 4:26 pm

હાઈલાઈટ્સ:

  • ત્રણેય સેનાઓમાં ભરતી માટે લાવવામાં આવી છે અગ્નિપથ યોજના
  • ચાર વર્ષ માટે ભરતી થશે અગ્નિવીર, નહીં મળે પેન્શન
  • ભાજપના સાંસદ વરુણ ગાંધઈ કરી રહ્યા છે નવી યોજનાનો વિરોધ
  • વરુણ ગાંધીની રજૂઆત, અગ્નિવીરો માટે પેન્શન છોડવા માટે તૈયાર

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat varun gandhi offers to give up his pension
વરુણ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, અગ્નિવીર પેન્શનના હકદાર નથી તો જનપ્રતિનિધિઓને આ સુવિધા કેમ મળવી જોઈએ?
નવી દિલ્હીઃ અગ્નિપથ યોજના હેઠળ સેનાઓમાં અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. રસ્તાઓ પરથી લઈ રાજકારણના વિવિધ મંચો સુધી યોજનાઓનો ખાસો વિરોધ થયો છે. વિરોધનું એક મોટુ કારણ અગ્નિવીરોને માત્ર ચાર વર્ષની નોકરી, પેન્શન અને અન્ય ભથ્થા ન મળવાનું છે. ભાજપના પોતાના સાંસદ વરુણ ગાધી સતત અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે, અગ્નિવીરોને પેન્શન ન મળવાના કારણે ભવિષ્યમાં તેઓને સાંસદ તરીકે મળનારા પેન્શનને છોડવા માટે તૈયાર છે. વરુણ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, અગ્નિવીર પેન્શનના હકદાર નથી તો જનપ્રતિનિધિઓને આ સુવિધા કેમ મળવી જોઈએ? તેઓએ સાંસદો-ધારાસભ્યોને અપીલ કરતા કહ્યું કે, આપણે પેન્શન છોડી દેવું જોઈએ, જેથી અગ્નિવીરોને પેન્શન મળી શકે. આવો જાણીએ કે ભારતમાં સાંસદો-ધારાસભ્યોને કેટલી સેલરી, ભથ્થુ, પેન્શન અને અન્ય સુવિધાઓ મળે છે.
કોરોનાના કારણે સાંસદોની સેલરી 30 ટકા કપાઈ
2020માં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે એપ્રિલ 2020માં નિર્ણય લીધો કે, સાંસદો અને મંત્રીઓની સેલરીમાં 30 ટકાનો કાપ કરવામાં આવશે. સાથે જ સાંસદોના વિસ્તાર વિકાસ ફંડને પણ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું.


આસામની બે તસવીરોઃ બળવાખોર MLAsના જમવાનો લાખોનો ખર્ચો, પૂર પીડિતોને 2 વાટકી ચોખા-1 વાટકી દાળ
આ સિવાય રહેવાનું, મુસાફરી ભથ્થુ, ટેલિફોન, ઈન્ટરનેટ, સત્ર દરમિયાન દૈનિક ભથ્થુ જેવા અન્ય ભથ્થા અને સુવિધાઓ મળે છે.

પેન્શનઃ દરેક પૂર્વ સાંસદને દર મહિને ઓછામાં ઓછુ રુપિયા 20,000નું પેન્શન મળવાની જોગવાઈ છે. જો સાંસદ તરીકેનો કાર્યકાળ 5 વર્ષથી વધુ હોય તો દર વર્ષના હિસાબે પેન્શનમાં રુપિયા 1500 જોડાઈ જાય છે.

કેટલી છે ધારાસભ્યોની સેલરી?
દરેક રાજ્યોમાં ધારાસભ્યોની સેલરી અને ભથ્થુ અલગ અલગ હોય છે. તેલંગાણામાં ધારાસભ્યોને સેલરી-ભથ્થા તરીકે સૌથી વધુ અઢી લાખ રુપિયા પ્રતિ મહિને મળે છે. એ પછી ઉત્તરાખંડનો નંબર આવે છે. જ્યાં ધારાસભ્યોને દર મહિને 2 લાખ રુપિયાથી વધુ મળે છે. મોટાભાગના રાજ્યોમાં ધારાસભ્યોની સેલરી-ભથ્થુ એકથી બે લાખ રુપિયાની વચ્ચે છે, જુઓ લિસ્ટ.

હાઈવે પર મૂકેલા સિમેન્ટના બ્લોક સાથે ટક્કર બાદ કારમાં આગ લાગતા MBBSના ત્રણ સ્ટૂડન્ટ્સ ભડથું
શું છે અગ્નિવીર યોજના?
ભારત સરકારે તાજેતરમાં જ સશસ્ત્ર સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લોન્ચ કરી છે. જેના અંતર્ગત 4 વર્ષ માટે સૈનિક ભરતી થશે, જેઓને અગ્નિવીર કહેવામાં આવશે. ચાર વર્ષ દરમિયાન તેઓે નક્કી કરવામાં આવેલી સેલરી મળશે અને તેનો એક ભાગ સરકાર એક કોર્પસમાં જમા કરશે. ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરોને આ કોર્પસમાંથી સર્વિસ ફંડ આપવામાં આવશે, જે લગભગ 12 લાખ રુપિયા હશે. અગ્નિવીરોનો સામાન્ય સૈનિકોને મળતા ભથ્થા, પેન્શન અને અન્ય સુવિધાઓ નહીં મળશે. આ જોગવાઈઓના કારણે અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો હતો.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story