એપશહેર

શૌચાલયના પાણીનો ઉપયોગ કરીને બનાવતો પાણીપુરી, વિડીયો વાયરલ થતા લોકોએ ફટકાર્યો

વિડીયો વાયરલ થયા બાદ ત્યાંના આસપાસના લોકો ગુસ્સે ભરાયા અને તે પાણીપુરીવાળાને ફટકાર્યો હતો. સાથે-સાથે તેની પાણીપુરીની લારી પણ ઊંધીવાળી દીધી હતી.

I am Gujarat 8 Nov 2020, 10:20 pm
પાણીપુરીનું નામ સાંભળતા જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પણ, શું તમે ક્યારેય એવું જાણવાનો પ્રયાસ કર્યો કે આ પાણીપુરી માટેનું સ્વાદિષ્ટ પાણી બનાવવા માટે કયા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણકે, મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક પાણીપુરીવાળાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે કે જેમાં તે શૌચાલયના પાણીનો ઉપયોગ કરીને પાણીપુરીનું મસાલેદાર પાણી તૈયાર કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ ત્યાંના આસપાસના લોકો ગુસ્સે ભરાયા અને તે પાણીપુરીવાળાને ફટકાર્યો હતો. સાથે-સાથે તેની પાણીપુરીની લારી પણ ઊંધીવાળી દીધી હતી.
I am Gujarat w5


પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આ પાણીપુરીવાળો ખૂબ પ્રખ્યાત હતો અને દરરોજ ઘણાં લોકો અહીં પાણીપુરી ખાવા માટે આવતા-જતા હતા. પણ, જે વિડીયો સામે આવ્યો તેમાં જોવા મળ્યું કે આરોપી શખસ શૌચાલયની બહાર જે નળ હોય તેમાંથી પાણી ભરતો અને તેમાંથી પાણીપુરી માટેનું મસાલેદાર પાણી તૈયાર કરતો હતો. આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા.

આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ કેટલાંક લોકોએ આ પાણીપુરીવાળાને ફટકાર્યો અને તેની પાણીપુરીની લારીને ઊંધીવાળી દીધી. પરંતુ, તે પાણીપુરીવાળાએ પોતાના બચાવમાં એવું કહ્યું તે માત્ર હાથ ધોવા માટે શૌચાલયના આ પાણીનો ઉપયોગ કરતો હતો. પણ, વિડીયો વાયરલ થતા લોકોએ મારી પાણીપુરીની લારીને ઊંધી પાડી દીધી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો