એપશહેર

PM મોદી અને હીરા બાનો આ વીડિયો વિદેશોમાં થઈ રહ્યો છે વાયરલ

Agencies 27 Jul 2020, 2:32 pm
નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રવિવારે ટ્વિટર પર વીડિયો મુક્યો હતો. પીએમ મોદી અને તેમના માતા હીરા બા વચ્ચે રહેલા એક અદભૂત જોડાણ અને અનહદ સ્નેહને દર્શાવતો આ વીડિયો ઈરાન અને અરબ દેશોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.
I am Gujarat modi



આ વીડિયોમાં પીએમ મોદી પોતાની માતાની બાજુમાં બેઠા છે અને તેઓ તેમને એક નાના બાળકની જેમ વ્હાલ કરતા ખવડાવી રહ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીએ આ વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે તેમની વચ્ચેનો અનહદ પ્રેમ તમારા ચહેરા પર પણ સ્નેહભર્યું સ્મિત લાવી દેશે. આ વીડિયોમાં હીરાબા પીએમ મોદીનું મોઢું પણ લૂછતા જોવા મળે છે.
આમ તો નોટબંધી હોય કે પછી પીએમકેર ફંડની વાત હોય દર વખતે હીરા બા પોતાના દીકરા અને દેશના વડાપ્રધાન મોદીની પડખે ઉભેલા જોવા મળે છે. નોટબંધી સમયે પણ તેઓ બેંકમાં જૂની નોટ બદલાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા તો નોવેલ કોરોના વાયરસ સામે લડવા માટે પીએમકેરમાં પણ તેમણે પોતાના બચત કરેલા રુપિયા પૈકી રુ. 25000નું અનુદાન આપ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો