એપશહેર

કોરોના વેક્સિન લીધા બાદ વોલેન્ટિયરનું મોત, પરિવારને 50 લાખનું વળતર

આંધ્ર પ્રદેશમાં કોરોના વેક્સિન લીધા બાદ એક વોલેન્ટિયરની તબીયત બગડી હતી અને બાદમાં તેનું મોત થયું હતું

I am Gujarat 11 Feb 2021, 5:34 pm
અમરાવતીઃ આંધ્ર પ્રદેશમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ એક વોલેન્ટિયરનું મોત થયું હતું. સરકારે બુધવારે વોલેન્ટિયરના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. આ વળતર વોલેન્ટિયરના સંબંધીના ખાતામાં જમા કરવામાં આવ્યું છે.
I am Gujarat vaccination18


મુખ્ય સચિવે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ના બ્રાન્ચ મેનેજરને એક ચેક મોકલ્યો અને ફંડ ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. આ રમક શ્રીકાકુલમ જિલ્લામાં આર.વાસુદેવ રાવના બેંક ખાતામાં જમા કરવામાં આવી જે વોલેન્ટિયરના સંબંધી છે.

28 વર્ષીય પી લલિતાએ રવિવારે અન્ય આઠ વોલેન્ટિયર્સ સાથે રસી લીધી હતી. અન્ય તમામ વોલેન્ટિયર્સને માથામાં દુખાવો અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા પરંતુ પી લલિતાની હાલત ગંભીર થઈ ગઈ હતી. પી લલિતાએ દવા લીધી અને ઘરે જ આરામ કર્યો હતો. જોકે, બાદમાં તેની હાલત બગડી ગઈ હતી અને તેનું મોત થયું હતું.

લલિતા પરણીત છે અને તેને આઠ વર્ષનો એક પુત્ર પણ છે. લલિતાના મોત બાદ મંત્રી સેદિરી અપ્પાલા રાજૂએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી અને તાત્કાલિક બે લાખ રૂપિયા રાહત આપવાની જાહેરાત કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો