એપશહેર

પોલીસને જોતા જ વોન્ટેડ વરરાજા મંડપમાંથી ફરાર, કન્યા પક્ષે જાનૈયાઓ બંધક બનાવ્યા

I am Gujarat 4 Dec 2020, 2:18 pm
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મેજા વિસ્તારમાં એક ગામમાં જાન આવી હતી. જાનના સ્વાગત બાદ વરરાજા ગાયબ થઈ ગયા. વરરાજાના ગાયબ થવાના કારણે બંને પરિવારો વચ્ચે તકરાર થઈ ગઈ. પછી મંડપથી લઈને સમગ્ર ઘર અને પંડાલમાં વરરાજાને શોધવામાં આવ્યા છતાં તેઓ ક્યાંય ન મળ્યા. બંને પક્ષોમાં વિવાદ થવા લાગ્યો. ખબર પડી કે વરરાજાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા અને જાનમાં પોલીસે જોઈને તે સ્થળ પરથી ભાગી ગયા.
I am Gujarat wedding
ફાઈલ તસવીર


મેજા વિસ્તારના મોજિયા ગામના રહેનારા કમલા શંકર યાદવના ત્યાં મિર્ઝાપુર કસગના ગામના શંકર યાદવ પોતાની જાન લઈને આવ્યા હતા. સમગ્ર પરિવાર આ કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ખુશ હતો અને લગ્નની તમામ વિધિઓ ચાલી રહી હતી. જ્યારે મંડપમાં વિધિ ખતમ થયા બાદ જયમાળાનો સમય આવ્યો તો વરરાજા સ્ટેજ સુધી ના પહોંચ્યા.

લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ જાણકારી મળી કે આ મામલામાં કોઈ યોગ્ય જવાબ નથી આપી રહ્યું. પરિવારમાં તકરાર શરૂ થઈ ગઈ અને કન્યા પક્ષે વરરાજાના ઘરના સદસ્યોની તમામ ગાડીઓના ટાયરમાંથી હવા કાઢી નાખી. સ્થિતિ વધુ ગંભીર થતા જોઈ જાનૈયાઓ પણ ત્યાંથી ફરાર થઈ ગયા. આ વચ્ચે કન્યાના પરિવારજનોએ વરરાજાના પરિવારજનોને બંધક બનાવી લીધા.

વરરાજાનાભાગને લઈને લાંબા સમય સુધી તકરાર ચાલતી રહી. કન્યા પક્ષને માલુમ પડ્યું કે કોરાંવ વિસ્તારની એક હત્યામાં વરરાજા વોન્ટેડ હતા. તેને પોલીસ ઘણા દિવસોથી શોધી રહી હતી.

પોલીસને મળેલી બાતમીના આધારે તે ત્યાં પહોંચી ગઈ જેથી આરોપીને પકડી શકાય. પરંતુ પોલીસને જોતા જ પકડાવવાના ડરથી વરરાજા ત્યાંથી ભાગી ગયા. બીજી તરફ કન્યા પક્ષને વરરાજા પર હત્યાનો આરોપ હોવાની જાણકારી નહોતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો