એપશહેર

5-7 નહીં પૂરા 24 મુસાફર બેઠા હતા રિક્ષામાં, પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ કે કઈ રીતે બેસાડ્યા???

Mitesh Purohit | I am Gujarat 12 Aug 2019, 12:08 pm
રસ્તાઓ પર પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી રિક્ષા તો ઘણીવાર જોઈ હશે. જેમાં પાછળ અને રિક્ષાવાળાની પાસે આગળ પણ 2-3ને બેસાડ્યા હોય છે. આવું તો બસમાં પણ જોવા મળે છે કે બે ગામ વચ્ચે ફેરા કરતી ટેક્સીના ચાલકો પણ આ જ રીતે હકડેઠઠ મુસાફરોને ભરીને જતા હોય છે. આવી સવારીમાં તમે ઘણીવાર બેઠા પણ હશો પરંતુ આ બધામાં રિક્ષાવાળા જેવો જુગડા તો કોઈ પાસે ન હોય. જ્યાં કોઈ બેસાડી ન શકે ત્યાં રિક્ષાવાળા પોતાના પેસેન્જરને બેસાડીને ફેરા કરતા હોય છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આવું જ એક દ્રશ્ય તેલંગણામાં જોવા મળ્યું ત્યારે આ રિક્ષાને રોકનાર પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ અને રિક્ષાવાળાના જુગાડને મનોમન તો હાથ પણ જોડી દીધા હશે. કારણ એટલું જ કે રિક્ષાવાળાએ પોતાની રીક્ષામાં એકસાથે 24 વ્યક્તિને ભર્યા હતા. હા, તમે બિલકુલ સાચુ સાંભળ્યું જ્યારે રસ્તા પર ખીચોખીચ ભરેલી રિક્ષાને પોલીસે રોકી અને પછી લોકોને એકબાદ એક ઉતરવા જણાવ્યું ત્યારે રિક્ષામાંથી કુલ 24 લોકો નીચે ઉતર્યા હતા. જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કરીમનગરના પોલીસ કશ્મીરને ટ્વિટ કરીને વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘લોકોએ આ પ્રકારે રિક્ષામાં બેસતા પહેલા પોતાની સુરક્ષાનો ખ્યાલ રાખવો જોઈએ. તેમણે આ રીતે ખીચોખીચ ભરેલી રિક્ષામાં સવારી કરવી જોઈએ નહીં.’ ભલે તેલગુ ભાષામાં રેકોર્ડ થયો હોય આ વિડીયો પરંતુ ખૂબ જ મજેદાર છે. પહેલા રિક્ષા રોકી ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ રિક્ષામાંથી બધા પેસેન્જરને ઉતારીને તેમને એક સાથે ફોટો પડાવવા માટે પણ કહેવાયું.

Read Next Story