એપશહેર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈનું કોરોનાથી નિધન

મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જી કોરોનાગ્રસ્ત હતા અને છેલ્લા એક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી

I am Gujarat 15 May 2021, 4:13 pm
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી કોરોનાગ્રસ્ત હતા. અસીમ કોલકાતામાં મેડિકા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભરતી હતી. પરિવારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસીમના અંતિમ સંસ્કાર પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે.
I am Gujarat mamata banerjee3

ના હોય! નકલી રેમડેસિવિયર ઈન્જેક્શન લેનારા 90 ટકા દર્દીઓને કોરોના મટી ગયો!મેડિકા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર આલોક રોયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે સવારે હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ કોરોનાગ્રસ્ત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

બંગાળમાં એક જ દિવસમાં 20,846 નવા કેસ
પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ 20,846 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કેસની સંખ્યા 10,94,802 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે બીમારીથી 136 લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 12,993 પર પહોંચી ગયો છે. રાજ્યમાં ગુરૂવારે 19131 લોકો સાજા થયા હતા.
કોવિડ દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનોનું કાર અકસ્માતમાં મોતનોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ ચૂંટણીઓ સમાપ્ત થઈ છે જેમાં મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસે જ્વલંત વિજય મેળવ્યો હતો. મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા છે. જોકે, ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો