એપશહેર

બંગાળમાં TMCને ભવ્ય વિજય અપાવનાર પ્રશાંત કિશોરે સંન્યાસની જાહેરાત કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોર ટીએમસીના મુખ્ય રણનીતિકાર હતા. બંગાળમાં જીત બદલ ખુશી જાહેર કરી

I am Gujarat 2 May 2021, 4:42 pm

હાઈલાઈટ્સ:

  • બંગાળમાં ટીએમસીની મોટી જીત સુનિશ્વિત થયા પછી પીકેએ સંન્યાસનુ એલાન કર્યું
  • હું આ કામ છોડી રહ્યો છું, કારણ કે બીજુ કંઇક કરવા ઇચ્છુ છુંઃ પ્રશાંત કિશોર
  • બંગાળ ચૂંટણીમાં બીજેપીની સીટો બે આંકડા પૂરતી રહેશેઃ પીકે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી TMCના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય લીધો છે. પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે સામે આવ્યા બાદ પીકેએ સંન્યાસ લેવાનું એલાન કર્યું છે. પ્રશાંત કિશોરનું કહેવુ છે કે, હવે તેઓ બીજુ કંઈક કરવા ઈચ્છે છે.
પશ્ચિમ બંગાળમાં દીદી મોટી જીત તરફ, એકલા હાથે આપી મોદી-શાહને ટક્કર
ઉલ્લેખનીય છે કે તેમણે મમતા બેનર્જીની પાર્ટીની ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમની મદદથી મમતા બેનર્જી બંગાળમાં ફરી એકવાર ભવ્ય વિજય મેળવી રહ્યા છે.
Bengal Election result: મમતાની જીત કઈ રીતે રાહુલ ગાંધીનું ટેન્શન વધારી દેશે? સોનિયા ગાંધી હવે કયો નવો દાવ રમશે?
પ્રશાંત કિશોરે રવિવારે કહ્યુ કે, ઇલેક્શન મેનેજમેન્ટ અને IPAC છોડી રહ્યા છે કારણ કે તે હવે બીજુ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પોતાના મેનેજમેન્ટમાં લડાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને ડીએમકેની જીતથી પોતે ખુશ છે. તેમણે આવો દાવો પણ કર્યો હતો કે, બીજેપીની સીટો માત્ર બે આંકડામાં રહેશે, તે સાચુ સાબિત થવાથી તેમને ખુશી છે.
બંગાળમાં મમતા દીદી આગળ ભાજપનો પનો ક્યાં અને કેવી રીતે ટૂંકો પડ્યો?
પ્રશાંત કિશોરે બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થાય એ પહેલા દાવો કર્યો હતો કે, જો બીજેપી 100થી વધુ સીટ મેળવશે તો તેઓ પોતાનું કામ છોડી દેશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી માત્ર બે આંકડામાં જ રહેશે. 2 મેએ રવિવારે પરિણામ સામે આવ્યા બાદ પીકેનો દાવો સાચો સાબિત થઈ રહ્યો છે. ભાજપને 80-85 સીટો સામે આવી રહી છે. પીકેએ કહ્યુ કે, તેમનો દાવો સાચો સાબિત થયા બાદ પણ તે આ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો