એપશહેર

કાશ્મીર: બાળકો પણ ઉતરી આવે છે રોડ પર

I am Gujarat 18 Jul 2016, 9:05 am
નવી દિલ્હી: કાશ્મીરમાં હિંસા અને તાણની પરિસ્થિતી હજી ચાલી રહી છે. એક ઘટનાની કલ્પાના કરો જ્યાં એક પોલીસ અધિકારી સામે ગુસ્સાવાળી આંખોથી અકડમાં બાળકો ઉભા હોય. કાશ્મીરમાં આવી જ રીતે 10-10 વર્ષના નાના બાળકો રોડ પર ઉતરી આવ્યા છે. શનિવારે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં પોલીસની જીપની સામે આ જ ઉમરનાં બાળકો તેમનો મુકાબલો કરવા તૈયાર ઉભા હતાં. પોલીસના હાથમાં કેમેરા હતો અને તે સામે ઉભેલા લોકોના ફોટોસ ક્લિક કરવાનો પ્રયત્ન કરી રહી હતી. બીજી બાજુ બાળકોની આંખોમાં આક્રોશ અને ગુસ્સો સ્પષ્ટ જણાતો હતો.
I am Gujarat what drives stone pelters in kashmir
કાશ્મીર: બાળકો પણ ઉતરી આવે છે રોડ પર


પોસીલની જીપ જ્યારે રસ્તો બદલીને ત્યાંથી જતી રહી, તો આ બાળકો જીતી ગયા હોટ એમ ખુશ થઈ ગયા અને બુમો પાડવા લાગ્યા. આવા દ્રશ્યો આજકાલ કાશ્મીરમાં સહજ બની ગયા છે. યુવકોની સાથે સાથે નાના છોકરાઓ પણ મોટી સંખ્યામાં રોડ પર જણાઈ રહ્યા છે.

પોલીસની જીપની સામે ઉભેલા બાળકોમાં ના એક જાવેદનું કહેવું છે કે, પોલીસ આ તસવીરો લઈને શું મેળવવા માંગે છે? તે લોકો ફોટો પાડીને છોરાઓને ઓળખી લેશે અને પછી તેમને મારશે. પરંતુ , શું તમને લાગે છે કે તે અમને આ યુદ્ધ લડવાથી રોકી શકશે?

કાશ્મીરમાં વર્ષ 2008થી જ રોડ પર અને ગલીઓમાં હથિયારધારી પોલીસ પર પત્થર ફેંકવાની ઘટનાઓ શરુ થઈ ગઈ હતી. ત્યાર બાદ તો પત્થરમારો એક રિવાજ બની ગયો છે. અમુક માતા-પિતા પોતાના બાળકોને આવા વિરોધ પ્રદર્શનમાં શામેલ થવાની મંજુરી આપી દે છે, ત્યાં જ અમુક માતા-પિતા એવા પણ છે લાચાર થઈને પોતાના બાળકોને આ પત્થરમારાનો ભાગ બનતાં જોઈ રહ્યા છે.

પોતાના ઘરમાં, માતા, ભાઈ-બહેનો અને મિત્રો સાથે બેસીને જાવેદે કહ્યું તે, અમને મૃત્યુનો ભય નથી. ત્યારબાદ રુમમાં સન્નાટો છવાઈ ગયો. તેની માતાએ કહ્યું કે, હા, તે મોતથી નથી ડરતો. અને તેની બહેનોએ કહ્યું તે, ડરવા માટે છે જ શું? જાવેદનું કુટુંબ પશ્મીના શૉલ વણવાનું કામ કરે છે, જેમાં મોટેભાગે તેમને ખોટ જ પડે છે.


વર્ષ 2010માં પત્થરમારાને કારણે 100 યુવાનોનાં મોત થઈ ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો