એપશહેર

છોડી દીધી હતી દિલ્હી પોલીસની નોકરી, 44 વખત જેલ જઈ આવ્યા છે રાકેશ ટિકૈત

ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે, ખેડૂતો તેમના માટે જીવ આપવા પણ છે તૈયાર

I am Gujarat 29 Jan 2021, 5:49 pm
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત ઈન્ટરનેટ મીડિયા પર છવાઈ ગયા છે. કોઈ તેમના હકમાં બોલી રહ્યું છે તો કોઈ તેમનો વિરોધ કરી રહ્યું છે. 26 જાન્યુઆરીની ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસા બાદ હવે ખેડૂતો આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. હાલમાં ગાઝીપુર બોર્ડર આ આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ચર્ચામાં આવી ગયા છે. તેમના એક અવાજ પર ખેડૂતો પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે. મુઝફ્ફરનગર જનપદના સિસૌલી ગામમાં 4 જૂન 1969માં જન્મેલા રાકેશ ટિકૈત ખેડૂતોનું આંદોલન બંધ કરવાના મૂડમાં નથી.
I am Gujarat who is farmer leader rakesh tikait his tears draw more farmers to delhi
છોડી દીધી હતી દિલ્હી પોલીસની નોકરી, 44 વખત જેલ જઈ આવ્યા છે રાકેશ ટિકૈત


44 વખત જેલમાં જઈ આવ્યા છે રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈત દેશના જાણીતા ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈતના પુત્ર છે. તેઓ પોતે ઘણા સમયથી ખેડૂતોના હકોની લડાઈ લડી રહ્યા છે. વિવિધ મંચ પર તેઓ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો માટે લડવાના કારણે તેઓ 44 વખત જેલમાં જઈ આવ્યા છે. થોડા સમય અગાઉ તેમણે સંસદ ભવન બહાર શેરડીની કિંમત વધારવા માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેમને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે સંસદ ભવન બહાર શેરડી પણ સળગાવી હતી.

લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા

વધતી લોકપ્રિયતાને જઈને રાકેશ ટિકૈતે રાજકારણમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અજીત સિંહે 2014મા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અમરોહા બેઠક પરથી તેમને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, રાકેશ ટિકૈતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી એમએનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં એલએલબી પણ કર્યું હતું.

દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતા, છોડી દીધી નોકરી

રાકેશ ટિકૈત વર્ષ 1992મા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી કરતા હતા પરંતુ પિતા મહેન્દ્ર સિંહ ટિકૈતનો તેમના પર ઘણો પ્રભાવ હતો. જેના કારણે તેમણે 1993-93મા લાલ કિલ્લા પર પિતા મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. રાકેશ ટિકૈત પર સરકારે આંદોલન સમેટી લેવાનું દબાણ કર્યું હતું. આ સાથે કહ્યું હતું કે તેઓ પોતાના પિતા અને ભાઈઓને પણ આંદોલન પૂરૂ કરવાનું કહે. જોકે, બાદમાં રાકેશ ટિકૈત પોલીસની નોકરી છોડીને ખેડૂતોની સાથે ઊભા રહ્યાહ તા. પિતાના મૃત્યુ બાદ રાકેશ ટિકૈતે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ની કમાન સંભાળી લીધી હતી.

ટ્રેક્ટર પરેડ હિંસા બાદ આંદોલન પર ઉઠ્યા સવાલો

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ નીકાળી હતી. જોકે, આ દરમિયાન દિલ્હીમાં ઘણી જગ્યાઓએ હિંસા થઈ હતી. ખેડૂતોએ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવી દીધો હતો તથા પોલીસ સાથે પણ મારામારી કરી હતી. જેને લઈને હવે ખેડૂત આંદોલન પર સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક ખેડૂત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગ કરી દીધા છે. જ્યારે સરકાર પણ હવે આંદોલન સમેટી લેવા માટે ખેડૂતો પર દબાણ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો