એપશહેર

જાણો કોણ હતો મુંબઈનો ડોન કરીમ લાલા જેણે દાઉદને પણ લાત મારી મારીને પીટ્યો હતો

I am Gujarat 16 Jan 2020, 1:34 pm
મુંબઈના અંડરવર્લ્ડનો ડોન અને પઠાણ ગેંગનો વડો કરીમ લાલા ફરી એક વાર ચર્ચામાં છે. બુધવારે શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી મુંબઈમાં એ સમયના ડોન કરીમ લાલાને મળવા આવતા હતા. રાઉતના આ સ્ટેટમેન્ટને કારણે મુંબઈથી લઈને દિલ્હી સુધી ખળભળાટ મચી ગયો છે. કહેવાય છે કે કરીમ લાલાએ એક વાર ડી કંપનીના સર્વેસર્વા દાઉદ ઈબ્રાહિમને પણ લાત-મુક્કા મારી મારીને પીટ્યો હતો. તે ડોન હાજી મસ્તાન પહેલા મુંબઈના અપરાધીઓનો વડો હતો. કરીમ લાલાનું અસલી નામ અબ્દુલ કરીમ શેર ખાન હતુ.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોકરીમ લાલાનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. તે પશ્તૂન હતો અને 21 વર્ષની ઉંમરે કામની તલાશમાં ભારત આવ્યો હતો. 1930માં પેશાવરથી મુંબઈ પહોંચીને તેણે નાના-મોટા કામ કરવાના શરૂ કરી દીધા પરંતુ તેને કંઈ જામ્યુ નહિ.કરીમ લાલાનો પરિવાર સંપન્ન હતો પરંતુ તેને વધારે પૈસા કમાવવાની ખૂબ ઈચ્છા હતી. આથી તેણે અપરાધની દુનિયામાં પગ મૂકી દીધો. તેણે મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે એક મકાન ભાડે લીધું અને તેમાં સોશિયલ ક્લબ નામથી એક જુગારનો અડ્ડો શોધ્યો. આ ક્લબે જોતજોતામાં મુંબઈમાં ધાક જમાવી દીધી.લાલાના ક્લબમાં જુગાર રમવા માટે નામી શેઠિયાઓ આવતા હતા. આથી તેની ઓળખાણ પણ વધવા માંડી. કરીમ લાલાએ મુંબઈ પોર્ટ પર ઘરેણા, સોના, હીરાની તસ્કરીમાં પણ હાથ અમાવ્યો. આઝાદી પહેલા સુધી તેણે આ ધંધામાં ખૂબ પૈસા કમાયા.મુંબઈમાં એ દિવસોમાં કરીમ લાલા, હાજી મસ્તાન અને વરદારાજન પોતપોતાનું વર્ચસ્વ જમાવવામાં વ્યસ્ત હતા. વધારે પડતા ખૂન-ખરાબા અને ધંધામાં નુકસાન જતા ત્રણેયે મળીને પોતાના વિસ્તારો અંદર અંદર વહેંચી લીધા અને ત્રણેય શાંતિથી પોતપોતાના વિસ્તારમાં કામ કરવા માંડ્યા.છોડા સમય બાદ મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ ઈબ્રાહિમ કાસકરના બે દીકરા દાઉદ ઈબ્રાહિમ કાસકર અને શબ્બીર ઈબ્રાહિમ કાસકર હાજી મસ્તાનની ગેંગ સાથે જોડાઈ ગયા. બંનેએ લાલાના એરિયામાં તસ્કરીનો ધંધો શરૂ કર્યો.આનાથી નારાજ થીને કરીમ લાલાએ દાઉદને પકડીને ખૂબ પીટ્યો હતો. દાઉદે ત્યાંથી ગમે તેમ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. પછી ફરી એકવાર કરીમ લાલાના વિસ્તારમાં ધંધો શરૂ કર્યા. ત્યાર પછી દાઉદને પાઠ ભણાવવા માટે 1981માં પઠાણ ગેંગને દાઉદના ભાઈ શબ્બીરની હત્યા કરી નાંખી. ત્યાર પછી દાઉદે 1986માં કરીમ લાલાના ભાઈ રહીમ ખાનની હત્યા કરી.કાળા ધંધા કરવા ઉપરાંત લાલા ચેરિટીનું કામ પણ કરતો હતો. હાજી મસ્તાન અને વરદરાજનની જેમ તેણે પણ ગરીબોના મસીહા વાળી છબિ બનાવી લીધી હતી. તે દર અઠવાડિયે પોતાનો દરબાર લગાવતો. દરબારમાં તે લોકોની ફરિયાદો સાંભળતો. તે જરૂરિયાતમંદને આર્થિક મદદ પણ કરતો હતો.કરીમ લાલાના બોલિવુડમાં પણ સંબંધો હતા. તે અવારનવાર પાર્ટીઓ કરતો જેમાં બોલિવુડની મોટી મોટી હસ્તીઓ આવતી. બોલિવુડની અનેક ફિલ્મો અને તેમના પાત્રો કરીમ લાલા અને તેની ગતિવિધિઓને મળતા આવે છે. જેમ કે, 1973માં સુપર હિટ ફિલ્મ જંજીર આવી હતી જેનું પાત્ર શેર ખાન લાલાના પાત્રને ઘણું મળતું આવતું હતું.19 ફેબ્રુઆરી 2002ના રોજ 90 વર્ષની ઉંમરે મુંબઈમાં કરીમ લાલાનું મૃત્યુ થયું હતું.

Read Next Story