એપશહેર

કેન્દ્ર સરકારની કઈ વાત સાંભળીને અન્ના હજારેએ ઉપવાસ આંદોલન કરવાનું માંડી વાળ્યું?

ઉપવાસ આંદોલન પર બેસવાની જાહેરાત કરતા જ કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અને દેવેન્દ્ર ફડણવીસે અન્ના હજારે સાથે કરી મુલાકાત.

I am Gujarat 31 Jan 2021, 1:34 pm
ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે તરફથી ઉઠાવાયેલા ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) સહિત ખેતી સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સમિતિને બનાવાનો નિર્ણય ઉતાવળમાં એટલા માટે લેવાયો કારણ કે અન્નાને ઉપવાસ પર બેસવાથી રોકી શકાય. આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં શનિવારે અન્ના ઉપવાસ પર બેસવાના હતા. જોકે કેન્દ્રએ તરત જ કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમને ગામ રાલેગણ સિદ્ધિ મોકલ્યા. બંનેએ અન્નાને આશ્વાસન આપ્યું કે તેઓ તેમની માગણીઓ પર વિચાર કરીને એક પેનલ બનાવશે. આ બાદ શુક્રવારે મોડી રાત્રે અન્નાએ ઉપવાસ રદ કરવાની જાહેરાત કરી દીધી.
I am Gujarat anna 1


સમિતિમાં કોણ-કોણ હશે?
કૃષિ મંત્રાલયમાં સૂત્રો મુજબ, આ ઉચ્ચસ્તરીય સમિતિમાં નીતિ આગોયના સદસ્ય રમેશ ચંદ્ર, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કૃષિ-વેપાર કાયદા અને નીતિ વિશેષજ્ઞ વિજય સરદાના તથા હરિયાણાના એક પ્રગતિશીલ ખેડૂત અને પદ્મશ્રીથી સન્માનિક ખેડૂત પ્રતિનિધિ કંવલ સિંહ ચૌહાણ હશે.

એક અધિકારી મુજબ, પેનલમાં કોણ-કોણ ખેડૂત પ્રતિનિધિ સામેલ થશે, આ અન્ના સાથે વાતચીતથી નક્કી કરાશે. તેમણે કહ્યું કે, પેનલમાં કૃષિ, વાણિજ્ય, ખાદ્ય અને ગ્રાહક મામલાના મંત્રાલયોના સંયુક્ત સચિવ સ્તરના એક-એક અધિકારી પણ હશે. આ સમિતિ સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્તિ કરાયેલી પેનલથી અલગ કામ કરશે.

કેન્દ્રએ પહેલાથી 18 મહિના સુધી કાયદા ટાળવાનો પ્રસ્તાવ આપ્યો
આ સમિતિની અધ્યક્ષતા કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કરશે. સમિતિ પોતાની ભલામણ 6 મહિનામાં આપશે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સર્વદળીય બેઠકમાં કૃષિ મંત્રાલયના તે પ્રસ્તાવનો સંદર્ભ આપ્યો જેમાં નવા કાયદાને 18 મહિના સુધી લાગુ કરવાની વાત કરવામાં આવી છે. આ દરમિયાન એક સંયુક્ત સમિતિ બનાવીને તમામ માગણીઓ પર ચર્ચા દ્વારા આગળ વધવાનો પ્રસ્તાવ છે. ખેડૂત યુનિયનોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તેમનું કહેવું હતું કે તેઓ ત્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે જ્યાં સુધી કાયદો પરત લેવામાં નહીં આવે.

પોતાની માગણીઓ કેન્દ્રને મોકલી ચૂક્યા છે અન્નાઅન્ના હજારેએ પહેલા કૃષિ મંત્રાલયને લઈને માગણીઓનું લિસ્ટ આપ્યું હતું. તેમાં એગ્રિકલ્ચર કોસ્ટ્સ અને પ્રાઈસિસ કમિશન (CACP)ને સ્વાયત્તતા અને વ્યાપક ખર્ચના આધારે MSP શામેલ છે. એમ.એસ સ્વામીનાથન સમિતિએ પણ તેની ભલામણ કરી હતી. અન્નાએ તેમની જ માગણીઓને ઉપવાસ કરવાનું કારણ આપ્યું હતું. ચૌધરીએ કહ્યું કે કેન્દ્રએ અન્નાના ઘણા સૂચનોને પહેલાથી જ લાગુ કરી દીધા છે. તેમણે કહ્યું કે ઉચ્ચસ્તરીય સમિતિ ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને અન્ય મામલાઓ પર વિચાર કરશે.

Read Next Story