એપશહેર

કિન્નર ફક્ત એક રાત માટે લગ્ન અને વિધવા વિલાપ શા માટે કરે છે ? ખૂબ જ સંઘર્ષમય જીવન યાત્રા હોય છે

કિન્નર સમૂદાયનું જીવન ખૂબ જ સંઘર્ષમય હોય છે. તેઓ એક વખત ભગવાન ઈરાવન સાથે લગ્ન કરે છે. ઈરાવનની મૂર્તિને તોડી નાંખ્યા બાદ વિધવાની માફક વિલાપ કરે છે. તમિલનાડુના કુવગામમાં આ માટે તમિલ વર્ષની પ્રથમ પૂર્ણિમાના દિવસે હજારો કિન્નરના લગ્ન થાય છે. પુરોહિત દ્વારા મંગળસૂત્ર પણ પહેરાવવામાં આવે છે. જે મૂર્તિ તોડ્યા બાદ ઉતારી લેવામાં આવે છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 19 Jan 2023, 5:28 pm

હાઈલાઈટ્સ:

  • લગ્નના આગળના દિવસે ઈરવનની મૂર્તિ શહેરમાં ઘૂમાવવામાં આવે છે
  • ત્યારબાદ મૂર્તિને તોડી નાંખવામાં આવે છે
  • મંગળસૂત્ર તથા તમામ શ્રૃંગાર ઉતારીને એક વિધવાની માફક વિલાપ કરે છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Kinnar
કિન્નર (Kinnar) સામાન્ય રીતે ન તો પુરુષો હોય છે અને ન તો સ્ત્રી. તેઓ લગ્ન (marry) કરી શકતા નથી. પણ આ માહિતી જાણીને તમને ભારે આશ્ચર્ય થશે કે કિન્નર પણ લગ્ન કરે છે અને તે પણ ફક્ત એક રાત માટે જ. ખાસ વાત એ છે કે તેઓ કોઈ અન્ય કિન્નર સાથે નહીં પણ ભગવાન સાથે લગ્ન કરે છે.
ક્યાં થાય છે કિન્નરના લગ્ન
કિન્નરોના લગ્ન તમિલનાડુ (Tamilnadu) ના એક ગામ કે જેનું નામ કુવગામ (Kuvagam) છે ત્યાં થાય છે. અહી પ્રત્યેક વર્ષે તમિલ વર્ષની પ્રથમ પૂર્ણિમાના દિવસો હજારો કિન્નર લગ્ન કરે છે અને તહેવાર આશરે 18 દિવસ સુધી ચાલે છે. 17મા દિવસે કિન્નરોના લગ્ન થાય છે અને કિન્નરોને પુરોહિત (Mangalsutra) દ્વારા મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે.

વિધવાની માફક જ વિલાપ કરે છે કિન્નર
લગ્નના આગળના દિવસે ઈરવન (Irvan)ની મૂર્તિને સમગ્ર શહેરમાં ઘૂમાવવામાં આવે છે અને ત્યારબાદ તેને તોડી નાંખવામાં આવે છે. આ સાથે જ કિન્નરો પણ તેમનું મંગળસૂત્ર તથા તમામ શ્રૃંગાર ઉતારીને એક વિધવાની માફક વિલાપ કરે છે.

કોણ હોય છે કિન્નરના ભગવાન
કિન્નરોના ભગવાન (Lord of the Kinnars)ની વાત કરવામાં આવે તો તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કિન્નરોના ભગવાન અર્જુન (Arjuna) અને નાગ કન્યા ઉલૂપી (Uloopi)ના સંતાન ઈરાવન જ છે,જેમને લોકો અરાવનના નામથી પણ ઓળખે છે.

શુ છે કિન્નર પાછળની કહાની
ઈરાવન જ કિન્નરોના ભગવાન કેવી રીતે બન્યા અને શા માટે તેઓ એક રાત્રી માટે તેમની સાથે જે લગ્ન કરે છે તેની સાથે મહાભારત (Mahabharata) સમયના યુદ્ધની કહાની જોડાયેલી છે.

શુ રહસ્ય છે કિન્નરનું રહસ્ય

જો તમને તેની પાછળના રહસ્ય અંગે વાત કરવામાં આવે તો મહાભારતના યુદ્ધમાં પાંડવો (Pandavas)માં માતા કાલીની પૂજા તથા આ પૂજામાં કોઈ એક રાજકુમારની બલિ આપવાની હતી. આ કાર્ય માટે કોઈ રાજકુમાર આગળ આવ્યું નહીં. પણ ઈરાવને આગળ આવીને કહ્યું કે હું આ કાર્ય માટે સંપૂર્ણપણે તૈયાર છું. પણ ઈરાવને આ કાર્ય માટે એક શરત પણ રજૂ કરેલી કે તે લગ્ન કર્યાં વગર આ બલિ પર નહીં ચડે.

Read Next Story