એપશહેર

PKની ભાજપના નેતાઓને ચેલેન્જ, બંગાળમાં 200થી ઓછી બેઠક મળી તો પક્ષ છોડી દેશો?

પ્રશાંત કિશોરે હાલમાં જ દાવો કર્યો હતો કે બંગાળની ચૂંટણીમાં ભાજપને ડબલ ડિજિટમાં બેઠકો મેળવતા પણ પરસેવો છૂટી જશે

I am Gujarat 22 Dec 2020, 4:39 pm
નવી દિલ્હી: બંગાળમાં ભાજપને ડબલ ડિજિટમાં પણ બેઠકો પણ નહીં મળે તેવો દાવો કર્યાના બીજા જ દિવસે પ્રશાંત કિશોરે ભાજપના નેતાઓને એક નવો પડકાર ફેંક્યો છે. ચૂંટણી રણનીતિકાર તરીકે જાણીતા પ્રશાંત કિશોરે કહ્યું છે કે જો ભાજપને બંગાળમાં 200 બેઠકો ના મળી તો શું તેના નેતાઓ પક્ષ છોડી દેશે? તેમણે જણાવ્યું છે કે, ભાજપને ડબલ ડિજિટ પાર કરતા પરસેવો વળી જશે, અને તેને 100થી પણ ઓછી બેઠકો મળશે. જો તેનાથી ભાજપને વધારે બેઠકો મળી તો હું મારું કામ છોડી દઈશ.
I am Gujarat will bjp leaders quit if party fails to get 200 seats in bengal asks election strategist prashant kishor
PKની ભાજપના નેતાઓને ચેલેન્જ, બંગાળમાં 200થી ઓછી બેઠક મળી તો પક્ષ છોડી દેશો?


2014માં નરેન્દ્ર મોદીને પીએમ કેન્ડિડેટ બનાવવા અંગેના પ્રચાર અભિયાનને સંભાળનારા પ્રશાંત કિશોરે આજકાલ પશ્ચિમ બંગાળમાં ધામા નાખ્યા છે, અને તેઓ મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના પ્રચારનું કામકાજ સંભાળવાની સાથે તેના માટે ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે. બંગાળમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે.

સોમવારે પ્રશાંત કિશોરે એક ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે બંગાળમાં ભાજપને 100ની અંદર બેઠકો મળશે. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ઘમાસાણ મચી ગયું હતું. તાજેતરમાં જ અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયાન મમતાના એક સમયના વિશ્વાસુ સુવેન્દુ અધિકારી સહિત નવ ધારાસભ્યો અને એક સાંસદના ભાજપમાં જોડાઈ ગયા બાદ પ્રશાંત કિશોરે આ નિવેદન આપ્યું હતું.

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની કમાન અમિત શાહ સંભાળી રહ્યા છે. તેમણે અવારનવાર દાવા કર્યા છે કે પશ્ચિમ બંગાળમાં તેમનો પક્ષ 200થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને પણ બંગાળમાં મહત્વની ભૂમિકા અપાઈ છે. તેમણે પ્રશાંત કિશોરને સામો જવાબ આપતા જણાવ્યું હતું કે બંગાળની ચૂંટણી બાદ દેશમાંથી ચૂંટણીના રણનીતિકારની જ વિદાય થઈ જશે.

Read Next Story