એપશહેર

તૈયાર થઈને લગ્નપ્રસંગમાં જઈ રહેલી આ મહિલાએ પકડ્યો સાપ, લાખો લોકોએ જોયો વિડીયો!

આ મહિલા સાપ પકડીને રેસ્ક્યુ કરવાનું કામ કરે છે, માત્ર એક લાકડીની મદદથી સાપને પકડી લીધો.

I am Gujarat 18 Sep 2020, 6:31 pm
એક મહિલા તૈયાર થઈને લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહી હતી. તે સાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી. આ દરમિયાન ત્યાં નજીકના એક ઘર પાસે સાપ આવ્યો હોવાનું જાણવા મળ્યું. ત્યાં લોકોને એ વાતની જાણકારી હતી કે આ મહિલા સાપ પકડવા માટેનું કામ કરે છે. આ મહિલાએ તરત તે ઘરમાંથી સાપ પકડી લીધો. આ ઘટનાનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે.
I am Gujarat q10


ડોક્ટર અજયતા નામના ટ્વિટર યૂઝરે આ વિડીયો શેર કર્યો છે. આ ટ્વિટમાં જણાવ્યા મુજબ, આ મહિલા કર્ણાટકની છે. તેનું નામ વિરાટ ભાગિની છે. તે સાપ પકડીને રેસ્ક્યુ કરવાનું કામ કરે છે. આ મહિલા તૈયાર થઈને એક લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. ત્યારે તેના પર ફોન આવ્યો કે નજીકના કોઈ એક ઘરની અંદર સાપ ઘૂસી આવ્યો છે. તેણે લગ્નપ્રસંગમાં જવા માટે સાડી પહેરી હતી, અને માત્ર એક લાકડીની મદદથી સાપને પકડી લીધો. આ વિડીયો 4 લાખ કરતા વધારે વ્યુઝ મળ્યા છે.

આ મહિલાનું નામ Nirzara Chitti હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને વિવિધ પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને લોકો આ મહિલાની સાપ પકડવાની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો