એપશહેર

20 વર્ષમાં 7 પતિની કરી હત્યા, પત્ની કે પછી...

Mitesh Purohit | THE ECONOMIC TIMES 24 Nov 2017, 11:42 am
I am Gujarat woman murdered 7 husband in 20 years for insurance money
20 વર્ષમાં 7 પતિની કરી હત્યા, પત્ની કે પછી...


આ મહિલાએ વિમાની રકમ માટે કરી 7 પતિઓની હત્યા

નવી દિલ્હીઃ કહેવાય છે કે કરોડીયામાં માદા કરોડીયો પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવ્યા બાદ તેની હત્યા કરી તેને ખાઈ જાય છે. ત્યારે જાપાનની ચિસાકો કાકેહી નામની 72 વર્ષની વૃદ્ધા કરોડીયા જેવી જ છે. તેની પર પોતાના સાત પતિની હત્યાનો આરોપ છે. આ માટે તેને કોર્ટે મૃત્યદંડની સજા આપી છે. કાકેહી પોતાના પતિની સંપત્તિ અને વિમાના રુપિયા પડાવવા માટે આવું કરતી હતી.

આ રીતે કરી નાખતી હતી હત્યા

અહેવાલો અનુસાર કાકેહીના 14 જેટલા પુરુષો સાથે સંબંધ હતા. આ માટે તે ડેટિંગ એજન્સી દ્વારા એવા વૃદ્ધ પુરુષની શોધ કરતી હતી જે એકલા રહેતા હોય અને અમીર હોવાની સાથે સાથીની તલાશમાં હોય. આ સાથે જ તેની શરત એવી હતી કે આવા પુરુષના કોઈ સંતાન અથવા નજીકના સંબંધી પણ ન હોય. રીલેશનમાં આવ્યા બાદ કાકેહી આવા પુરુષની ભોળવીને તેના વિમા પોલિસીની ઉત્તરાધિકારી બની જતી હતી. ત્યાર બાદ ખોરાકમાં અથવા દવામાં સાઇનાઇડ આપીને તેની હત્યા કરી નાખતી હતી.

7 પતિઓના વિમાની રકમ તરીકે મેળવ્યા 78 કરોડ પરંતુ…

જાપાનના કિત્યાક્યુષુ શહેરમાં 28 નવેમ્બર 1946માં જન્મેલી મધ્યમવર્ગીય કાકેહીના પહેલા લગ્ન 1969માં તેના પરિવારે એક કાપડ કંપનીના માલિક સાથે કરાવ્યા હતા. જ્યાં તેને સાઇનનાઇડ વિશે અને તેની અસર અંગે જાણકારી મળી હતી. જે બાદ તેનો આ ખૂની ખેલ ચાલ્યો હતો. બધા જ પતિઓને માર્યા બાદ કાકેહીને વિમાની રકમ તરીકે અત્યાર સુધીમાં 78 કરોડ રુપિયા મળ્યા હતા પરંતુ યોગ્ય જગ્યાએ રોકાણના અભાવે તેને બચાવીને રાખી શકી નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો