એપશહેર

વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી શરૂ, પીએમ મોદીએ બધાને ભાગ લેવા અપીલ કરી

વિપુલ પટેલ | I am Gujarat 17 Jun 2019, 5:44 pm
નવી દિલ્હી: વિશ્વ યોગ દિવસ 21મી જૂને ઉજવાય છે, પરંતુ તે પહેલા 16 જૂને રવિવાર હોવાથી ઘણા દેશોમાં યોગને લગતા કાર્યક્રમ થયા. હિમાલય પર્વતથી લઈને વિશ્વના ઘણા દેશોમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસને લઈને કાર્યક્રમો યોજાયા. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે, યુએઈ અને ફ્રાન્સમાં સ્થિત ભારતીય એમ્બેસીઓની ટ્વિટને રીટ્વિટ કરી અને યોગને પ્રમોટ કરવાના આ દેશોના પ્રયાસોને વખાણ્યા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઘણા દેશોની સરકાર યોગ દિવસની મોટાપાયે ઉજવણી કરે છે અને તેમાં તેમાં જે-તે દેશના હજારો લોકો ભાગ લે છે. પીએમ મોદીએ દેશવાસીઓને પણ યોગ દિવસમાં ઉત્સાહથી ભાગ લેવા અપીલ કરી છે.
વર્ષ 2015થી વિશ્વ યોગ દિવસ 21મી જૂને ઉજવવામાં આવે છે. 27મી સપ્ટેમ્બર 2014માં યુનાઈટે નેશન્સ જનરલ અસેમ્બલીમાં પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન યોગ દિવસ ઉજવવાની દરખાસ્ત મૂકી હતી.
પીએમ મોદી પોતે પણ યોગને પ્રમોટ કરવાનો અને તેના ફાયદા અંગે લોકોને જાગૃત કરવાનો વિવિધ સ્તરે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ અંગે ટ્વિટર પર પોતાનો 3D વિડીયો પણ પોસ્ટ કર્યો છે. 12મી જુલાઈએ પીએમ મોદીએ પોતાનો એનિમેટેડ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં ‘વક્રાસન’ અંગે જાણકારી આપવામાં આવી હતી.
પીએમ મોદી આ વર્ષે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં રાંચીમાં ઉપસ્થિત રહેશે તેવી શક્યતા છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો