એપશહેર

જમીને ઘરે આવી રહેલા કપલનું અકસ્માતમાં મોત, આવતા વર્ષે લગ્ન કરવાના હતા

આ કપલના ટૂ-વ્હીલરને ટ્રકે ટક્કર મારતા તેઓ બંનેનું મોત નીપજ્યું હતું. આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ હતું.

I am Gujarat 28 Sep 2020, 7:47 pm
કોલકાતા: યુવાનોના આંખમાં સપના હોય છે, તેઓ ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય છે અને પ્રેમમાં હોય ત્યારે લગ્ન કરીને પરિવાર વિશે વિચારતા હોય છે. કોલકાતામાં એક યુવાન કપલનું અકસ્માતમાં મોત થતા તેમના પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. રેસ્ટોરન્ટમાં જમીને ઘરે આવી રહેલા આ કપલના ટૂ-વ્હીલરનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ કપલના ટૂ-વ્હીલરને ટ્રકે ટક્કર મારતા તેઓ બંનેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આ કપલને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેઓને મૃતક જાહેર કરાયા હતા. ડોક્ટરે કહ્યું કે તેઓ બંનેનું આંતરિક હેમરેજના કારણે મોત થયું છે. આ ઘટના કોલકાતા શહેરની છે.
I am Gujarat q7


ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામેલા આ કપલ પૈકી 29 વર્ષીય દીપાયન મુખરજી એક કંપનીમાં સીનિયર એક્ઝુક્યુટિવ તરીકે કાર્યરત હતો જ્યારે તેની મંગેતર એવી 27 વર્ષીય મેધા પાલ બેંગલુરુની એક કંપની સાથે જોડાયેલી હતી. આ કપલના આવતા વર્ષે ઓગસ્ટમાં લગ્ન થવાના હતા.

પોલીસે આ વિશે વાત કરતા જણાવ્યું કે અકસ્માતની ઘટના રાત્રે 9.30 વાગ્યે બની હતી. એવું જણાઈ રહ્યું છે કે આ કપલે જમણી બાજુથી વ્હીકલને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેઓ ક્રોસ કરી શક્યા નહીં અને પાછળથી તેઓના વ્હીકલને ટક્કર વાગી હતી. તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા કે જ્યાં તેઓ બંનેને મૃત જાહેર કરાયા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા આ કપલના પરિવારે જણાવ્યું કે દીપાયનની ઉંમર માત્ર 29 વર્ષ હતી અને તે માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. 13 વર્ષની ઉંમરમાં તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને માતાએ તેનો ઉછેર કર્યો હતો. જ્યારે મેધાની ઉંમર માત્ર 27 વર્ષ હતી અને તે પણ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી. આ કપલનું આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ હતું.

Read Next Story