એપશહેર

ગણેશ વિસર્જન બાદ પંડાલમાં નાગિન ડાંસ કરતા ઢળી પડ્યો યુવક, પળવારમાં ઉડ્યું પ્રાણ પંખેરું

Yogesh Gajjar | I am Gujarat 14 Sep 2019, 10:50 am
મધ્ય પ્રદેશ જિલ્લાના સિવણી જિલ્લામાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. અહીં એક યુવકનું ગણેશ વિસર્જન બાદ પૂજા પંડાલમાં નાચતા દરમિયાન અચાનક મોત થઈ ગયું. પંડાલમાં અચાનક થયેલા યુવકના મૃત્યુથી લોકો પણ કંપી ઉઠ્યા. ત્યાં ઉપસ્થિત લોકોએ તાત્કાલિક ઘટનાની જાણકારી પોલીસને આપી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: હકીકતમાં સિવણી જિલ્લાના કટિયા ગામમાં ભગવાન ગણેશના વિસર્જન બાદ લોકો નાચવામાં વ્યસ્ત હતા. બધાની ફરમાઈશ પર પંડાલની અંદર ડીજેના તાલે નાગિન ડાંસની ધૂન વાગી. અચાનક ગામનો એક યુવક સાડી પહેરી સ્ટેજ પર આવીને ડાંસ કરવા લાગ્યો. આ જ ધૂન પર અન્ય એક યુવક મદારી બની નાચવા લાગ્યો. ડાંસ કરતા કરતા જ ગુરુચરણ માથા ભાગથી જમીન પર પટકાયો. ત્યાં ઉપસ્થિત લોકો કંઈ સમજે તે પહેલા જ ગુરુચરણનું મોત થઈ ગયું.અચાનક થયેલા મોતથી ગણેશ વિસર્જન કાર્યક્રમમાં માતમ છવાઈ ગયું. લોકો સમજી નથી શકતા કે યુવકનું મોત કેવી રીતે થયું. વિસર્જન કાર્યક્રમ દરમિયાન બનેલી ઘટનાનો વિડીયો હવે સામે આવી રહ્યો છે. આ ઘટનાને નજરે જોનારા સાક્ષી મુજબ યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.જ્યારે મૃતકના પિતાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેમના દીકરાને માર્ગ અકસ્માતમાં માથા પર ઈજા પહોંચી હતી. જોકે સારવાર બાદ તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયો હતો. પોલીસે શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધું છે. જોકે રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો