એપશહેર

પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો ખાસ કામનું, CISFમાં 690 પદો માટે ભરતી બહાર પડી

I am Gujarat 7 Jan 2021, 10:13 pm
જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હોવ અને તેમાં પણ પોલીસ વિભાગમાં પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ માટે ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યો હોવ તો તમારા માટે આ અહેવાલ ખાસ છે. તમને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ હેઠળ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)માં અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર પદ પર નોકરી કરવાની તક મળી શકે છે. હાલમાં જ CISFએ અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (એક્ઝેક્યુટિવ)ના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટવ એક્ઝામ (LDCE)નાં માધ્યમથી ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં કુલ 690 પદો ભરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 5 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.
I am Gujarat employment news cisf assistant sub inspector posts recruitment 2021 for 690 posts sarkari naukari central government job
પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો ખાસ કામનું, CISFમાં 690 પદો માટે ભરતી બહાર પડી


યોગ્યતા

આ પદો પર અરજી કરનાર ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ હેન્ડ કોન્સ્ટેબલ/જીડી કોન્સ્ટેબલ/ ટ્રેડ્સમેન તરીકે 5 વર્ષ સુધી કામ કરેલા ઉમેદવાર પણ પરીક્ષામાં સામેલ થઈ શકે છે.

ઉંમર સીમા

ઉમેદવારોની અધિકતમ ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. જોકે SC/ST ઉમેદવારોનો વય મર્યાદામાં કેટલીક છૂટ આપવામાં આવી છે. આ વિશે વધુ માહિતી મેળવવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારોનું સિલેક્શન સર્વિસ રેકોર્ડ્સ, લેખિત પરીક્ષા, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટનાં માધ્યમથી કરવામાં આવશે.

આ રીતે અરજી કરો

આવેદન કરવા માટે ઉમેદવારે અરજી આવશ્યક ડોક્યુમેન્ટ્સ અટેચ કરી CISF સંબંધિત ઝોનલ DIGને 5 ફેબ્રુઆરી, 2021 પહેલાં મોકલવાની રહેશે. વધુ માહિતી માટે તમે CISFની ઓફિશિયલ વેબસાઈટ cisf.gov.in પર ડિટેલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખો

આ ભરતી પ્રક્રિયા માટે મહત્વની તારીઓ આગળ પ્રમાણે છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 05 ફેબ્રુઆરી છે. જે બાદ સંબંધિત DIG દ્વારા અરજી રિસીવ કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી છે. ત્યાર બાદ સર્વિસ રેકોર્ડ્સ ચેક કરવાનું કાર્ય પૂરુ થયાની તારીખ 12 માર્ચ છે.
તે બાદ લેખિત પરીક્ષાની તારીખ જે હાલ જાહેર નથી થઈ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો