એપશહેર

પોલીસ ખાતામાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર, 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની મંજૂરી

ગૃહ વિભાગે પોલીસ ખાતામાં 7610 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી દીધી છે.

I am Gujarat 14 Sep 2020, 9:41 pm
અમદાવાદઃ કોરોના વાયરસને કારણે દેશ તેમજ રાજ્યમાં અનેક લોકોએ નોકરી ગુમાવવી પડી છે તો અનેક લોકોના ધંધારોજગાર બંધ થયા છે. યુવાનો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે. પોલીસ ખાતામાં નોકરી કરવા માંગતા યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલીસ ખાતામાં 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવનો નિર્ણય કર્યો છે.
I am Gujarat gujarat police new recruitment grant by state home department
પોલીસ ખાતામાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર, 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીની મંજૂરી


સ્થાનિક ન્યૂઝ ચેનલોના અહેવાલ મુજબ ગૃહ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ પોલીસ મહેકમમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ગૃહ વિભાગે પોલીસ ખાતામાં 7610 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના યુવાનો માટે ખૂબ જ સારી તક છે.

કોરોના કાળમાં સરકારી નોકરીઓની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. જોકે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નોકરી માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેવા ઉમેદવારોને ફરજ પર હાજર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંજૂરી મળેલી ખાલી જગ્યાઓનું લિસ્ટ

ફાળવેલી જગ્યાઓનું લિસ્ટ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો