એપશહેર

ડ્રાય હંપિંગ શું છે અને તેના ફાયદા જાણો

આપણા જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે, જ્યારે આપણને સેક્સ કરવાની તીવ્ર ઇચ્છા થાય છે પરંતુ સમય અને સંજોગોના કારણે કરી શકતા નથી. તો ડ્રાય હંપિગ સેકસ કરવાની સૌથી સુરક્ષીત રીત છે. તેને તમે ફોરપ્લેના રૂપમાં પણ કરી શકો છો. ચાલો જાણીએ ડ્રાય હંપિંગ વિશે.

I am Gujarat 14 Jun 2022, 3:39 pm
ડ્રાય હંપિંગ સેક્સ કરવાની સૌથી સુરક્ષીત રીત છે. તેને મેડિકલી આઉટર સેક્સ ( Medically Outer Sex) ના નામે ઓળખવામાં આવે છે. આપણા જીવનમાં એવા કેટલીક ક્ષણો આવે છે જ્યારે આપણને સેક્સ કરવાની તીવ્ર ઇચ્છા થાય છે છતાં કરી શકતા નથી તો ડ્રાય હંપિંગ (dry humping) શ્રેષ્ઠ રીત છે. તેનાથી સેક્સ કરવાની ઇચ્છા પણ પૂરી થાય છે અને બન્ને પાર્ટનરને સંતોષ પણ મળે છે.
I am Gujarat learn what dry humping is and its benefits
ડ્રાય હંપિંગ શું છે અને તેના ફાયદા જાણો


(ફોટો ક્રેડીટ- TOI)

શું તે સેફ છે?

ડ્રાય હંપિંગ (dry humping) પેનિટ્રેશન વગરનું સેક્સ છે એટલે તમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થવાનું કે પ્રેગ્નેન્સીનું જોખમ રહેતું નથી.

તે ઓક્વર્ડ નથી

જગ્યાના અભાવ અથવા તે ક્ષણે તમે તમારા શરીર પ્રત્યે વધારે સજાગ હોવાના કારણે ક્યારેક સેક્સ ઓક્વર્ડ લાગે છે. તેની સામે ડ્રાય હંપિંગ સેક્સ્યુઅલી ગ્રેટિફાઇંગ છે. તમે તેમાં અલગ અલગ પોઝીશન ટ્રાય કરી શકો છો અને સેક્સનો અનૂભવ પણ લઇ શકો છો.

​તેમાં કોઇ સાચી કે ખોટી ટેક્નીક હોતી નથી

તમે તમારી મરજી અનુરૂપ ડ્રાય હમ્પ (dry hump) કરી શકો છો. તમે ઉભા ઉભા કરી શકો છો, સુતા સુતા પણ, કપડાં સાથે કે કપડાં વગર પણ કરી શકો છો, ટુંકમાં આ કરવામાં કોઇ ખોટી રીત હોતી નથી. ખાલી તમારા અને તમારા પાર્ટનરના જેનેટલ્સ એકબીજા સાથે રબ થતા હોવા જોઇએ. ઘણા લોકો તેમના પાર્ટનરના હિપ કે થાઇના ભાગ પર ડ્રાય હમ્પ કરતા હોય છે.

​તમે તમારા પાર્ટનર વગર પણ કરી શકો છો

જેમ તમને માસ્ટરબેશનમાં પાર્ટનરની જરૂર પડતી નથી તેમ ડ્રાય હમ્પ પણ પાર્ટનર વગર કરી શકો છો. તેના માટે તમારે એવી કોઇ સપાટી શોધવી પડે જે શાર્પ ન હોય. આ માટે તમે ઓશિકું કે ફર્નિચરના સ્મૂધ ભાગનો ઉપયોગ કરી શકો છો. કેટલાક લોકોને વોશિંગ મશિનના વાઇબ્રેશન્સ સાથે ડ્રાય હમ્પ કરવું ગમતું હોય છે.

​બેસ્ટ એક્સપિરિયન્સ માટેની ટિપ્સ

યોગ્ય કપડાં પહેરો, બેલ્ટ બકલ્સ અને ઝીપર્સથી દૂર રહો. સિલ્ક મટિરિયલના પાતળા કપડાં પહેરો. તેનાથી તમારો એક્સપિરિયન્સ વધારે ઉત્તેજક રહેશે.

​કઇ કઇ પોઝીશન કરી શકો છો

જો તમે ઓશિકા સાથે કરવાના હોવ તો મિશનરી પોઝિશન કરી શકો છો અને જો તમે તમારા પાર્ટનર સાથે કરવાના હોવ તો કાઉ ગર્લ પોઝિશન કરી શકો છો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો