એપશહેર

મોંઘીદાટ ટ્રિટમેન્ટ પણ આ એક વસ્તુ સામે થઇ જશે Fail, ઇન્સ્ટન્ટ ગ્લો માટે અજમાવો રસોડાંની આ વસ્તુ

Kitchen remedies for skin glow: ચહેરાને ચમકદાર બનાવવા આપણે ઘણાં બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. ફેસ માસ્ક, ફેસ સ્ક્બ અને ફેસ મસાજ બાદ પણ સ્કિન ગ્લો મેળવવામાં મુશ્કેલી થાય છે અને પૈસા પણ ખર્ચ થઇ જાય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 23 Apr 2022, 5:45 pm
ધૂળ-માટીથી સ્કિનના ટેક્સચર અને છીદ્રોમાં ગંદકીના કારણે ત્વચા બેજાન થઇ જાય છે. સ્કિનને લચીલી અને ચમકદાર બનાવવા માટે મહિલાઓ ઘણાં પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેમાં ફેસ માસ્ક, ફેસ સ્ક્રબ અને ફેસ મસાજ સામેલ છે, પણ આ બધા પાછળ સમય અને ખર્ચ ખૂબ જ વધી જાય છે. તેમ છતાં એવો ગ્લો નથી મળતો જેની આપણે અપેક્ષા કરીએ છીએ.
I am Gujarat milk benefits for healthy looking skin try these kitchen remedies for beauty
મોંઘીદાટ ટ્રિટમેન્ટ પણ આ એક વસ્તુ સામે થઇ જશે Fail, ઇન્સ્ટન્ટ ગ્લો માટે અજમાવો રસોડાંની આ વસ્તુ


તમે પણ પૈસા ખર્ચ કર્યા વગર કે વધુ મહેનત વગર સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા ઇચ્છો છો તો અહીં એવા ઘરેલૂ નુસખા વિશે વાત કરવામાં આવી છે જે તમને સરળતાથી તમારાં રસોડાં મળી જશે. અહીં વાત થઇ રહી છે દૂધની, માત્ર એક ચમચી દૂધ તમારાં ચહેરા પર નિખાર લાવી શકે છે. અહીં જાણો, સ્કિનને ગ્લોઇંગ અને બેદાગ બનાવવા માટે દૂધનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

​ફેસ માસ્ક તરીકે ઉપયોગ

દૂધનું ક્રિમ ટેક્ચર ફેસ માસ્ક માટે અત્યંત ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમને ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હોય તેમ છતાં પણ તમે દૂધમાંથી બનતા પ્રોડક્ટ્સ જેમ કે દહીં અથવા મિલ્ક ક્રિમનો ઉપયોગ માસ્ક તરીકે કરી શકો છો.

એક રિસર્ચ અનુસાર, આથો આવેલા દૂધ (Fermented milk) તમારાં ચહેરા માટે ગુણકારી સાબિત થશે. વધુ એક રિસર્ચ અનુસાર, ડેરી મિલ્ક પણ તમારાં ફેસ માસ્ક માટે અને ચહેરાના નિખાર માટે ઉપયોગી છે.

​ક્લિન્ઝરનું કામ કરે છે દૂધ

સ્કિન પર ધૂળના કારણે ડેડ સ્કિન સેલ્સ જમા થાય છે, જેના કારણે ચહેરો બેજાન લાગે છે. ત્વચા માત્ર પાણીથી ક્લિન નથી થતી. સ્કિનને યોગ્ય રીતે સાફ કરવા માટે તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. એક ચમચી દૂધને હાથમાં લઇને ચહેરા પર યોગ્ય રીતે લગાવો, ત્યારબાદ ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. ચહેરો સાફ અને ચમકદાર થઇ જશે.

​મોઇશ્ચરાઇઝરનું કામ કરશે દૂધ

શુષ્ક અને બેજાન ત્વચા માટે દૂધ સારો વિકલ્પ છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે તમારી સ્કિનના મોઇશ્ચરને જાળવી રાખવાનું કામ કરે છે. ચહેરાના મોઇશ્ચર માટે એક ચમચી દૂધ લઇ ત્વચા પર મસાજ કરો. દરરોજ આ પ્રકારે મસાજ કરવાથી તમારાં ચહેરાના ડાઘ લાઇટ થઇ જશે.

​દૂધ સ્કિનને હેલ્ધી બનાવે છે

દૂધમાં ઘણાં પોષક તત્વો હોય છે, તેથી ત્વચાની હેલ્થને જાળવી રાખવા તે મદદરૂપ સાબિત થાય છે. હકીકતમાં દૂધ ત્વચાને ક્લિન કરે છે અને સ્કિનના રોમ છીદ્રો ખૂલવાથી ત્વચામાં નિખાર આપમેળે જ આવી જાય છે. ચહેરા પર થતાં ખીલને દૂર કરવા માટે તમે દરરોજ દૂધથી મસાજ કરી શકો છો.

​ડ્રાયનેસ થશે દૂર

જો તમે દરરોજ કાચા દૂધને સ્કિન પર લગાવશો તો તેનાથી ત્વચાની ડ્રાયનેસ દૂર થઇ જશે. તમે ઠંડા દૂધને ચહેરા પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. બાદમાં ચહેરાને પાણીથી ધૂઓ. તમારી ત્વચામાં નિખાર ચોક્કસથી જોવા મળશે.

સોનમ કપૂરના દેશી નૂસખા

સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર 'નાની કે નૂસખે' ટાઇટલ સાથે વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેણે અલગ અલગ ફેસ માસ્કમાં દૂધના ઉપયોગ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાના ગોલ્ડન ગ્લો પાછળનું સિક્રેટ શૅર કર્યુ હતું. વીડિયોમાં તેણે બેસન, ચંદન પાઉડર, રોઝ વોટર, દૂધ અને હળદરને મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કર્યું હતું.

સોનમે કહ્યું કે, ચહેરાને ડિટોક્સિફાઇડ કરવા માટે આ બેસ્ટ ફેસ માસ્ક છે. દૂધના કારણે સ્કિન મોઇશ્ચરાઇઝ થાય છે, દૂધમાં રહેલા લેક્ટિક એસિડના કારણે ત્વચામાં નિખાર આવે છે અને હળદર એન્ટિસેપ્ટિકનું કામ કરે છે.

સોનમે શૅર કર્યા નાનીના નૂસખા

View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

સોનમ કપૂરનું બ્યૂટી સિક્રેટ

દૂધના સ્કિન માટેના ફાયદા બોલિવૂડ એક્ટ્રેસિસ પણ અજમાવે છે. એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના બ્યૂટી સિક્રેટ વિશે પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, તે દરરોજ 2થી 3 કલાકની વચ્ચે નારિયેળ પાણી પીવાનો આગ્રહ રાખે છે. એટલું જ નહીં, પણ તેના ફેસ પૅક માટે દૂધ, ચણાનો લોટ અને દહીંનો ઉપયોગ કરે છે. તેણે કહ્યું કે, દૂધનો ઉપયોગ તે ઔષધ તરીકે કરે છે, કારણ કે દૂધથી પિગ્મેન્ટેશન દૂર થાય છે, તે સ્કિનને હાઇડ્રેટ કરે છે, એક્ને દૂર કરવામાં મદદ કરે છે અને સનબર્ન સામે પણ રક્ષણ આપે છે.

નોંધઃ આ લેખ એક સામાન્ય માહિતી માટે છે, તે કોઇ પણ પ્રકારના ઇલાજ કે દવાનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story