એપશહેર

Hair Growth: ટાલની સમસ્યા, ખરતા-અકાળે સફેદ વાળની સમસ્યા ભૂલી જાવ, બસ રેગ્યુલર તેલમાં મિક્સ કરો આ ઓઇલના 5 ટીંપા

Rosemary Oil for Hair: સામાન્ય રીતે વાળમાં રોઝમેરી ઓઇલને અપ્લાય કરવાથી વાળ ખરતાં અટકે છે અને ગ્રોથ વધે છે. આ સિવાય આ તેલ ફરીથી વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે. પરંતુ તેના ઉપયોગ પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 3 Apr 2023, 12:57 pm
Rosemary Essential Oil and Hair: રોઝમેરી એક હિલિંગ હર્બ છે, ખાસ કરીને ભૂમધ્ય પ્રદેશમાં સૌથી વધારે જોવા મળતો આ છોડ પ્રાચીન સમયથી ખોરાક અને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
I am Gujarat research on how rosemary oil may help support hair growth and prevent hair loss
Hair Growth: ટાલની સમસ્યા, ખરતા-અકાળે સફેદ વાળની સમસ્યા ભૂલી જાવ, બસ રેગ્યુલર તેલમાં મિક્સ કરો આ ઓઇલના 5 ટીંપા


ઓરેગાનો, પેપરમિન્ટ અને તજ સહિત રોઝમેરી એસેન્શિયલ ઓઇલ તરીકે પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ તેલનો ઉપયોગ કૂકિંગ, ક્લિનિંગ, બ્યૂટી અને હેલ્થના ફાયદાઓ માટે કરવામાં આવે છે. આ ઓઇલમાં એન્ટીઓક્સિડન્ટ્સ અન એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણો રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, આ તેલનો રેગ્યુલર ઉપયોગ કરવાથી વાળને અનેકગણા ફાયદાઓ મળે છે. ખાસ કરીને જો તમે હેર લૉસ, ટાલ પડવાની સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો રોઝમેરી ઓઇલ વાળને ઘટાદાર બનાવીને તેને હેલ્ધી રાખી શકે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​શું રોઝમેરી ખરતા વાળ અટકાવે છે?

રોઝમેરીમાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટીઝ રહેલી છે જે હેર ફોલિક્સને મજબૂત બનાવે છે અને સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર લાવે છે. પરિણામે વાળ ખરતાં અટકે છે આ ઉપરાંત આ તેલના રેગ્યુલર ઉપયોગથી પ્રિમેચ્યોર ગ્રે એટલે કે નાની ઉંમરે થતાં સફેદ વાળ, ડેન્ડ્રફની સમસ્યા કે ડ્રાય સ્કાલ્પમાં આવતી ખંજવાળની સમસ્યામાં પણ રાહત મળે છે.

​શું કહે છે રિસર્ચ?

રોઝમેરી પ્લાન્ટમાં કાર્સોનિક એસિડ (Carnosic acid) નામનું એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ છે જે શરીરના ટિશ્યૂ અને નર્વ ડેમેજને દૂર કરી શકે છે. (Study01) પ્લાન્ટમાં રહેલી આ હિલિંગ ક્વોલિટી સ્કાલ્પની નસોને પણ હેલ્ધી રાખે છે. વર્ષ 2015માં થયેલા એક રિસર્ચ (2015 trial) અનુસાર, પુરૂષ અને સ્ત્રી જેઓને વાળ ખરીને ટાલ પડવાની સમસ્યા (androgenetic alopecia) શરૂ થઇ હતી તેઓને રોઝમેરી ઓઇલનો ઉપયોગ કરવાનું સુચન કરવામાં આવ્યું હતું.

​આ હતું રિઝલ્ટ

આ સ્ટડીના જે પરિણામો સામે આવ્યા તે અનુસાર, રોઝમેરી સ્કાલ્પમાં આવતી ખંજવાળમાં રાહત આપવા માટે અકસીર સાબિત થયું અને વાળના મૂળને મજબૂત બનાવીને હેર ગ્રોથ જોવા મળ્યો હતો. અન્ય એક રિસર્ચ (study03) અનુસાર, રોઝમેરીના પાનનો ઉપયોગ કરવાથી પણ વાળનો ગ્રોથ વધે છે.

​શેની સાથે એડ કરી શકાય છે આ ઓઇલ

રોઝમેરી ઓઇલ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. જો તમે બેકિંગ સોડા, કોકોનટ ઓઇલ, એસેન્શિયલ ઓઇલ અથવા ઘરે બનાવેલા હેર ઓઇલનો ઉપયોગ કરતા હોવ તો તેમાં પણ આ તેલના ટીંપા એડ કરી શકો છો. રોઝમેરીના 4-5 ટીંપા પણ વાળના ગ્રોથ માટે કમાલનું કામ કરશે.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story