એપશહેર

શ્રાવણ માસમાં ચાર હાથે ખાશો આ 5 ફ્રૂટ્સ, જ્યારે જાણશો તેનાથી તમારી સ્કિનને થતાં ફાયદાઓ વિશે

Shravana and Fruits for your Skin: ચોમાસામાં તાજા ફળોનું માર્કેટમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જો શ્રાવણ માસમાં તમે ઉપવાસ રાખી રહ્યા છો અથવા શિવરાત્રિ પર વ્રત રાખવાના હોય તો 5 ફ્રૂટ્સ વિશે જાણો જે સ્વાસ્થ્ય જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 26 Jul 2022, 2:36 pm
Fruits that are Beneficial for Skin: વ્રતની વાત આવે છે, તો ઘણાં લોકોના મનમાં એવા સવાલ પણ ઉભા થાય છે કે આ દિવસોમાં શું ખાવું જોઇએ અને શું નહીં. ખાસ કરીને ચોમાસામાં કરવામાં આવતા શ્રાવણમાસના ઉપવાસમાં શ્રદ્ધા સાથે એ પણ ચિંતા રહે છે કે, વાઇરસ અને બીમારીના આ મોસમમાં કંઇ પણ ખાવાથી તબિયત ખરાબ ના થઇ જાય. આ જ કારણ છે કે, આ મામલામાં ફળોને બેસ્ટ ઓપ્શન ગણવામાં આવે છે.
I am Gujarat researches and dermatologist recommended top 5 fruits that are must eat in the month of shravan for healthy and glowing skin
શ્રાવણ માસમાં ચાર હાથે ખાશો આ 5 ફ્રૂટ્સ, જ્યારે જાણશો તેનાથી તમારી સ્કિનને થતાં ફાયદાઓ વિશે


ફળ પોષક તત્વોથી ભરેલા હોવા ઉપરાંત તે ફાઇબર રિચ હોવાના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. શ્રાવણ શિવરાત્રિના ઉપવાસ સિવાય પણ તમે આ ફ્રૂટ્સને આરામથી ખાઇ શકો છો, તે માર્કેટમાં સરળતાથી અવેલેબલ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. અહીં એવા જ 5 ફળ વિશે વાત કરવામાં આવી છે જે ખાવાથી તમારી ત્વચાને ફાયદો થશે. આ તમામ ગુણો વિશે અનેક રિસર્ચ સેન્ટર્સ અને ડર્મેટોલોજીસ્ટે પણ વાત કરી છે, તો બસ આજથી જ ફ્રૂટ્સ ખાવાનું શરૂ કરી દો અને તમારી સ્કિનના દરેક પ્રોબ્લેમને કરો ગુડબાય.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

કેળાં

કેળાં (Banana for Skin)માં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની સાથે હેલ્થને પણ ફાયદો કરે છે. બીજી તરફ તેમાં રહેલા વિટામિન બી6, વિટામિન સી અને પાણીનું પ્રમાણ સ્કિનને પોષણ આપવાની સાથે સાથે હાઇડ્રેટ પણ રાખે છે. પોન્ડિચેરી જર્નલ ઓફ નર્સિંગ (Pondicherry Journal of Nursing) અનુસાર, કેળાં સ્કિનની ઇલાસ્ટિસિટીને જાળવી રાખે છે. તેમાં મોજૂદ એન્ટી-ઓક્સિડન્ટ્સ એન્ટી-એજિંગનું કામ કરે છે.

​કેરી

એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન સી, પોટેશિયમ, મિનરલ્સ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર ફળોનો રાજા કેરી (Mango Skin Benefits) સ્વાસ્થ્ય માટે તો ગુણકારી છે જ, સાથે તે સ્કિનને ગ્લોઇંગ અને યુવા બનાવી રાખવામાં પણ મદદ કરે છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (University of California) દ્વારા અતોલ્ફો કેરી (Ataulfo mangoes)ને લઇને કરવામાં આવેલા એક રિસર્ચમાં 16 અઠવાડિયા સુધી જે મહિલાઓએ 85 ગ્રામ કેરી ખાધી તેઓના ચહેરાની કરચલીઓ ઓછી થતી જોવા મળી.

જ્યારે દક્ષિણ કોરિયા (South Korea)માં ઉંદરો પર કરવામાં આવેલા એક્સપિરિમેન્ટમાં પાણીની સાથે ઉંદરને કેરીનો રસ આપવામાં આવ્યો હતો, જેના રિઝલ્ટમાં કોલેજન બૂસ્ટ થતું હોવાનું અને કરચલીઓ ઘટતી હોવાનું સામે આવ્યું. આનાથી સાબિત થયું કે, સ્કિનને યંગ બનાવી રાખવામાં કેરી મદદ કરી શકે છે.

​સફરજન

સફરજન સ્વાસ્થ્ય માટે કેટલાં ફાયદાકારક છે, તેના વિશે લગભગ દરેક વ્યક્તિને ખ્યાલ જ છે. સફરજનમાં રહેલા ગુણકારી તત્વો ત્વચાને પણ ફાયદો કરે છે. હેલ્થલાઇનને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડર્મેટોલોજીસ્ટ નાઝિયા શેખ (Dr. Nazia Shaikh, Ayurvedic Dermatologist)એ જણાવ્યું કે, સફરજન ફોટોકેમિકલ્સ રિચ ફ્રૂટ છે. તેમાં રહેલા ફ્લેવનૉઇડ્સ એન્ટી-ઓક્સિડન્ટ્સનું કામ કરે છે, જે ફ્રિ-રેડિકલ્સ, UV rays, પ્રદૂષણથી થતાં નુકસાન તેમ જ સ્કિનને ડેમેજ કરતી અન્ય ચીજો સામે પણ રક્ષણ પુરૂં પાડે છે.

પપૈયું

પપૈયામાં (papaya skin remedies) વિટામિન એ, બી, સી, લાઇકોપીન, પ્રોટિયોલિટિક એન્ઝાઇમ્સ જેવા પપેન (papen) અને કાઇમોપપેન હોય છે. સાથે જ તેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-વાઇરલ પ્રોપર્ટીઝ હોય છે. તેથી આ ફળને માત્ર સ્વાસ્થ્ય જ નહીં ત્વચા માટે પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

એસ્ટર હોસ્પિટલ (Aster Hospital)માં પ્રકાશિત એક બ્લોગ અનુસાર, તે કોલાજન બૂસ્ટ કરે છે અને સ્કિનને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

દાડમ

એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર દાડમ (Pomegranate skin benefits)માં ફાઇબર, ફૉલિક એસિડ, વિટામિન સી અને વિટામિન -કે વધુ માત્રામાં રહેલું છે. જે સ્કિન માટે ફાયદાકારક છે. એનસીબીઆઇ (NCBI) સ્ટડી અનુસાર, દાડમ ખાવાથી યુવી-રેઝથી થતાં સ્કિન ડેમેજને ઘટાડી શકાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story