એપશહેર

Celeb Beauty: મળી ગયું દિવ્યા ખોસલાની સોફ્ટ સ્કિનનું સિક્રેટ, પાર્લર જવાને બદલે કરે છે આ કામ

Divya khosla kumar anti ageing tips: દિવ્યા ખોસલા કુમારની ત્વચા બાળક જેવી સોફટ અને ગુલાબી છે. જણાવીએ કે આવી સ્કિન બોલીવુડમાં બહુ ઓછી એવી એક્ટ્રેસની હશે. દિવ્યા જાણવે છે કે સ્કિન કેર સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે ચહેરાનો ગ્લો વધારે છે.

I am Gujarat 6 May 2022, 11:33 am
એક્ટ્રેસીસ જેવી સુંદર અને યંગ દેખાવા માટે મહિલાઓ તેમના સ્કિન કેર રુટીન (skin care routine) ફોલો કરવા લાગે છે. તેમની સ્કિન માટે તે કેર યોગ્ય છે કે નહીં તે વિચાર્યા વગર તે સ્કિન કેર રુટીન ફોલો કરવાનું શરૃ કરી દે છે. જોકે આપણે સમજવું જોઇએ કે સુંદરતા માટે ત્વચાની દેખરેખ રાખવાની સાથે સાથે બીજી અન્ય કેટલીય બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ગુલશન કુમારની પુત્રવધૂ આ વાતને સારી રીતે જાણે છે, એટલા માટે જ તો તેનું બ્યૂટી રુટીન (beauty routine) એકદમ ખાસ છે.
I am Gujarat skin care divya khosla skin is soft and pink like a child despite going to the parlor she do this thing
Celeb Beauty: મળી ગયું દિવ્યા ખોસલાની સોફ્ટ સ્કિનનું સિક્રેટ, પાર્લર જવાને બદલે કરે છે આ કામ


એક્ટર, પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર દિવ્યા ખોસલાની સુંદરતા જોઇએ તો કોઇ ન કહે કે તે 11 વર્ષના દિકરાની માતા હશે. તેની ત્વચા એકદમ દૂધ જેવી સફેદ છે, તેને જોયા બાદ લોકો તેના વખાણ કરતાં નથી થાકતા. દિવ્યા પણ માને છે કે તેની ત્વચા ખૂબ સારી છે, તેથી વધુ વસ્તુઓ લગાવવાની જરુર નથી. જો કે, એવી કેટલીક વસ્તુઓ છે જે તે કરવાનું ટાળે છે.

એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, સ્કિન કેર રુટીન સિવાય એવી ઘણી વસ્તુઓ છે જે ત્વચામાં જબરદસ્ત બદલાવ લાવી શકે છે. આને રોજ ફોલો કરવાથી તમે સુંદર દેખાશો અને ત્વચા અંદરથી હેલ્ધી પણ બનશે. જો સ્કિન હેલ્ધી હોય તો તેના પર વધારે મહેનત કરવાની જરૃર પડતી નથી. તો ચાલો જાણેએ એક્ટ્રેસ સ્કિન કેર સિવાય એક્સ્ટ્રા શું કરે છે. (ફોટો ક્રેડિટ @divyakhoslakumar Instagram)

​ચહેરા પર કદી નથી લગાડતી બ્લીચ

એક બાજુ જ્યાં મહિલાઓ ઇન્સટન્ટ ગ્લો માટે બ્લીચ લગાવે છે ત્યારે દિવ્યા તેનાથી દૂર રહે છે. એક્ટ્રેસે શોશાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે આ પ્રકારની પ્રોડક્ટ્સ યુઝ કરવાથી સ્કિનને તેની આદત પડી જાય છે અને જો તમે તે ન લાગવો તો સ્કિન નિર્જીવ દેખાવા લાગે છે. જો તમે બાળક જેવી સ્કિન ઇચ્છતા હોવ તો ફેશિયલ અને બ્લીચ જેવી વસ્તુઓથી દૂર રહો. દિવ્યા રિયલ લાઇફમાં પાર્લરમાં જવાનું પસંદ કરતી નથી. તે પોતાની સ્કિનની દેખરેખ માટે ફક્ત ઘરેલું નુસખાઓ યુઝ કરે છે.

​સ્ટાર હોવા છતા દિવ્યાને આ પસંદ નથી

એક્ટ્રેસની લાઇફમાં મેકઅપ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. ઘણી એવી એક્ટ્રેસ છે જેમણે રેગ્લુરલી મેકઅપ લગાવવાની જરૃર પડે છે. જોકે દિવ્યા તે બિલ્કુલ પસંદ નથી. તે જ્યારે પણ કોઇ ઇવેન્ટ કે પછી શૂટ પર જાય છે ત્યારે તે બને એટલો ઓછો મેકઅપ અપ્લાય કરે છે. બહુ ઓછી મેકઅપ પ્રોડક્ટ્સનો યુઝ કરીને તે તેના લુકને કમ્પલીટ કરે છે અને રાતે તે મેકઅપ ઉતાર્યા વગર સુતી નથી. એક્ટ્રેસના કહેવા મુજબ, મેકઅપ જેટલી સુંદરતા વધારે છે તેટલી જ સ્કિનને ખરાબ પણ કરે છે. આથી જો તમે મેકઅપ અપ્લાય કરો તો તેને ઉતારવાનું ભુલતા નહીં.

​છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટ્રેસ આ કામ કરે છે

દિવ્યા ખોસલાએ બોલીવુડ બબલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાક વર્ષોથી તે મેડિટેશન કરે છે. તેના કારણે પણ તેની સ્કિન પર ઘણો ફેર આવ્યો છે. ધ્યાન સ્કિન સારી રાખવાની સાથે સ્ટ્રેસને પણ દૂર રાખે છે. જણાવીએ કે વધારે સ્ટ્રેસ લેવાથી તમે સમય પહેલા ઘરડાં દેખાવા માંડો છે. આ માટે જ છેલ્લા કેટલાક વર્ષોથી દિવ્યા આ રુટીન ફોલો કરે છે અને તે તેને મદદરૃપ પણ સાબિત થયું છે.

ગ્લો માટે આ કરવાનું નથી

​ગ્લો માટે આ વસ્તુ માટે સમાધાન ક્યારેય નથી કરતી

ઘણી બોલીવુડ એક્ટ્રેસ છે જે ગ્લોઇંગ સ્કિન માટે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે, પરંતુ દિવ્યા આમ નથી કરતી. તેના કહેવા અનુસાર તેને ડાયટિંગ જરા પણ પસંદ નથી, કારણકે જ્યારે તમે ડાયટિંગ કરો છો ત્યારે તેની ડાયરેક્ટ અસર સ્કિન પર જોવા મળે છે. તે તેમને પસંદ નથી, તેને જ્યારે જે ખાવાનું મન ખાય છે ત્યારે તે ખાય લે છે. જોકે ઘણીવાર તે ગ્લૂટન ફ્રી ડાયટ પણ લે છે. તે તેના માટે ઘણું હેલ્પફુલ રહે છે.

​નેચરલ વસ્તુઓ વડે સ્કિનનું ઘ્યાન રાખે છે

દિવ્યા જણાવે છે કે તેની માતાએ તેને નેચરલ વસ્તુઓનું મહત્વ સમજાવ્યું છે. આથી તે પોતાના બ્યૂટી રૂટીનમાં તેને ઉમેરવાનું ભુલતી નથી. તો પછી ફેશિયલ કરવા માટે કે ઇન્સ્ટન્ટ ગ્લો માટે હોય, બધા માટે તે આ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તે સિવાય પણ પોતાને હેપ્પી રાખવાના પુરતા પ્રયત્નો કરે છે. એટલા માટે જ તે મોટાભાગે એવી જ વસ્તુઓ કરે છે જે તેને ખુશ રાખે.

Read Next Story