એપશહેર

કોરોનાની મહામારીમાં પોતાને ફિટ રાખવા માટે કસરત કરવી જરૂરી: WHO

કોરોના વાયરસની મહામારીના આ સમયગાળામાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત ચોક્કસ કરવી જોઈએ.

I am Gujarat 26 Nov 2020, 5:53 pm
કોરોના વાયરસની આ મહામારીમાં 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિને અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવી જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ કોરોના વાયરસની મહામારીના આ સમયગાળામાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત ચોક્કસ કરવી જોઈએ. જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
I am Gujarat q6


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક દાયકામાં પહેલી વખત આ પ્રકારે કોઈ ગાઈડલાઈન જાહેર કરી છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોના વાયરસની આ મહામારીમાં દરેક ઉંમરના લોકોએ પોતાના વ્યવહાર પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ અને બીમારીઓથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. કસરત વધુ કરશો તો માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ મળશે. આ માટે WHOએ એવરી મૂવ કાઉન્ટ્સ નામનું એક કેમ્પેઈન શરૂ કર્યું છે.

WHOએ પોતાની સલાહમાં જણાવ્યું કે કસરત કરવાથી અથવા શારીરિક પ્રવૃત્તિઓમાં વધારો કરતા હાર્ટનો ખતરો, ટાઈપ 2 ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોની સામે લડવામાં મદદ મળે છે, સાથે-સાથે ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ થતી નથી.

WHOએ વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસની આ મહામારીના સમયમાં શારીરિક પ્રવૃત્તિઓ એટલે કે કસરતની મદદથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળશે. તમે પરિવારની સાથે ઘરમાં જ કસરત કરી શકો છો અને સમય મળતા ઘરની બહાર જઈને કસરત કરી શકો છો.

Read Next Story