એપશહેર

બાળક 6 મહિનાનું થાય એટલે તેને કેળા ખવડાવવાનું શરૂ કરી દો, થશે આટલા ફાયદા

I am Gujarat 29 Jun 2020, 12:54 pm
નાના બાળકોને જ્યારે યોગ્ય આહાર આપવાનું શરૂ કરવામાં આવે ત્યારે તેને ઘણા પ્રકારના પૌષ્ટિક ફળ આપવામાં આવે છે. આ ફળમાં કેળાનું નામ પણ સામેલ છે. બાળકો માટે કેળા લાભદાયી માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે બાળકના સંપૂર્ણ વિકાસમાં મદદ કરે છે.
I am Gujarat amazing benefits of banana for babies
બાળક 6 મહિનાનું થાય એટલે તેને કેળા ખવડાવવાનું શરૂ કરી દો, થશે આટલા ફાયદા


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કેળામાંથી મળતા પોષક તત્વો
કેળામાં અનેક પોષક તત્વો હોય છે. જેમાં કેલેરી, ફેટ, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન એ, વિટામીન સી, વિટામીન બી6 અને મેગ્નેશિયમ સામેલ છે.

બાળકને કેળું ક્યારથી આપવું?
બાળક 6 મહિનાનું થાય ત્યારથી તમે તેને કેળા ખવડાવી શકો છો. 6 મહિનાના બાળકને દિવસમાં એકવાર નાનું કેળુ ખવડાવી શકો. કેળા બાળકોને શરદી-ઉધરસથી પણ બચાવે છે.

બાળકોને કેળા ખવડાવવાના ફાયદા

– કેળામાં ફાઈબરની ઉચ્ચ માત્રા હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ફાઈબર પેટ સાફ રાખે છે અને બાળકને કબજિયાત થતો નથી.
– કેળા બાળકોનું વજન વધવામાં મદદ કરે છે. પોટેશિયમ અને કેલ્શિયમયુક્ત કેળા બાળકોના હાડકા મજબૂત બનાવે છે. તેમાં રહેલું આયર્ન લોહીમાં હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે.
– તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે
-કેળામાં ફોલેટ હોય છે જે બાળકના મગજના વિકાસ અને યાદશક્તિ વધારવાનું કામ કરે છે.

બાળકોને કેળુ કેવી રીતે ખવડાવશો?
6 મહિનાના બાળકને કેળાની પ્યૂરી બનાવીને ખવડાવી શકો છો. 9 મહિનાના બાળકને કેળાના નાના-નાના ટુકડા કરીને મેશ કરીને ખવડાવો. 1 વર્ષના બાળકને સીધું કેળુ ખવડાવી શકો છો.

આ વાતનું રાખો ધ્યાન
બાળકને હંમેશા પાકેલું જ કેળુ આપો. કાચા કેળા સરળતાથી પચતા નથી તેથી કેળુ થોડું કાચુ હોય તો તેને આપવુ નહીં. કેળાને સારી રીતે મેશ કર્યા બાદ જ બાળકને આપો.

કેટલા કેળા આપવા?6 મહિનાના બાળકને તમે રોજ કેળુ આપી શકો છો પરંતુ દિવસમાં એક જ વખત આપવું. એક જ સમયે વધારે કેળા ખાવાથી બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો