એપશહેર

100 રૂપિયામાં માત્ર 1 નંગ મળે છે આ ફ્રૂટ, ફાયદા જાણી ચોંકી જશો ?

શું તમે ડ્રેગન ફ્રૂટનું નામ સાંભળ્યું છે? નામ સાંભળતા જાણે કોઈ પ્રાણીનું નામ હોય એવુ લાગે છે પણ એવું નથી.આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ડ્રેગન ફ્રૂટ દેખાવે ગુલાબી રંગનું અને અંદરથી ગ્રે રંગનું હોય છે. ગુજરાતમાં ડેંગ્યુ માથુ ઊંચકે ત્યારે આ ફ્રૂટની ડિમાન્ડ વધે છે. આ ફ્રૂટ પ્લેટલેટ કાઉન્ટ્સ વધારવામાં મદદરૂપ હોવાનું મનાય છે. આ ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે મળે છે. જાણો તે ખાવાથી કેવા ફાયદા થાય છે.

I am Gujarat 27 Mar 2019, 5:14 pm

I am Gujarat amazing health benefits of dragon fruit
100 રૂપિયામાં માત્ર 1 નંગ મળે છે આ ફ્રૂટ, ફાયદા જાણી ચોંકી જશો ?

વજન ઘટાડવામાં મદદરૂપઃ

ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં 90 ટકા પાણી હોય છે જે ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. કોલેસ્ટ્રોલની સમસ્યા આજકાલ વધી રહી છે. તે ઘટાડવામાં ડ્રેગન ફ્રૂટ સારુ રહે છે. તેના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય. તેના બીજમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં મદદ કરે છે.

આ રોગોમાં ફાયદાકારકઃ

ડ્રેગન ફ્રૂટમાં એવા કાર્બ્સ હોય છે જે કેન્સર જન્ય કોષોને વધતા અટકાવે છે. આ ઉપરાંત હાડકા નબળા પડી ગયા હોય તો ડ્રેગન ફ્રૂટ ખાવાથી ફાયદો થાય છે. 200 ગ્રામ ડ્રેગન ફ્રૂટના સેવનથી 17.6 ગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે.

પ્રેગનેન્સીમાં લાભકારકઃ

આ ફ્રૂટમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે. ઓછુ હિમોગ્લોબિન હોય તો આ ફ્રૂટ તે વધારવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન જરૂર તેનુ સેવન કરવું જોઈએ. તેનાથી રક્તકોષો વધે છે. સાથે જ તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ સારા પ્રમાણમાં મળે છે જે ગર્ભાવસ્થા દરમિયાન એનર્જી આપે છે અને પાચનમાં મદદ કરે છે.

ડાયાબિટિસમાં લાભકારકઃ

આ ફળ ડાયાબિટિસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે શુગરનું લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં એવા તત્વો રહેલા છે જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો