એપશહેર

High Calcium Rich Foods: દૂધ-પનીર નથી ભાવતા? તો શરીરમાં કેલ્શિયમની આપૂર્તિ કરવા ખાવ આ 10 ફળ અને શાકભાજી

Non-Dairy Calcium Rich Foods: જો તમને દૂધ કે પનીર જેવા ડેરી પ્રોડક્ટ્સ પસંદ નથી તો તમે રોજિંદા ભોજનમાં ખવાતા ફળો-શાકભાજીનું સેવન કરી શકો છો જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 13 May 2023, 12:58 pm
Vegetables for Calcium Deficiency: પ્રોટીન અને આયર્ન જેવા પોષકતત્વોની માફક કેલ્શિયમ પણ શરીર માટે જરૂરી તત્વ છે. કેલ્શિયમ દાંત, હાડકા અને માસપેશીઓના સ્વાસ્થ્ય અને વિકાસ માટે જરૂરી છે. 50 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને દરરોજ 1,000 મિલીગ્રામ અને પુરૂષો માટે 1,200 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે.
I am Gujarat calcium for strong bones heres the list of 10 healthy foods high in calcium
High Calcium Rich Foods: દૂધ-પનીર નથી ભાવતા? તો શરીરમાં કેલ્શિયમની આપૂર્તિ કરવા ખાવ આ 10 ફળ અને શાકભાજી


એક રિસર્ચ (pcrm.org) અનુસાર, હાડકા અને માસપેશીઓને સહારા આપવા માટે કેલ્શિયમની જરૂર પડે છે. શરીર હાડકા અને દાંતને મજબૂત રાખવા માટે 90 ટકાથી વધુ કેલ્શિયમનો ઉપયોગ કરે છે. તે દિમાગ અને શરીરના દરેક હિસ્સાની વચ્ચે સંદેશ પહોંચાડવાનું પણ કામ કરે છે. કેલ્શિયમથી રક્તવાહિનીઓને આખા શરીરમાં લોહી પરિભ્રમણમાં મદદ મળે છે અને હોર્મોન રિલિઝને સરળ બનાવે છે ઉપરાંત શરીરના અનેક કાર્યોને પ્રભાવિત કરે છે. વિટામિન ડી શરીરના કેલ્શિયમને એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે.

સામાન્ય રીત દૂધ અને તેની બનાવટના પ્રોડક્ટ્સમાં વધારે કેલ્શિયમ મળી રહે છે. પરંતુ જો તમે દૂધ કે પનીર જેવી વસ્તુઓથી દૂર ભાગતા હોવ તો WebMD દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, દરરોજ ભોજનમાં લેવાતા કેટલાંક ખોરાકથી પણ કેલ્શિયમની આપૂર્તિ કરી શકો છો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​જરદાળુ અને કીવી

હાઇ કેલ્શયમ રિચ ફૂડ્સના લિસ્ટમાં જરદાળુ (Apricots) સૌથી ઉપર છે. નિયમિત રીતે આ ફળ ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે અને હાડકા મજબૂત બને છે. NCBI રિસર્ચ અનુસાર, કીવીમાં વિટામિન સી ઉપરાંત કેલ્શિયમની ભરપૂર માત્રા રહેલી છે. આ ફળમાં લગભગ 60 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, તમે જ્યૂસ તરીકે પણ તેનું સેવન કરી શકો છો.

​સંતરા અને અનાનસ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, વિટામિન સીથી ભરપૂર સંતરા કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેમાં વિટામિન ડી પણ રહેલું છે જે કેલ્શિયમના એબ્ઝોર્બશનને વધારે છે. અનાનસ વિટામિન સીથી ભરપૂર ફળ છે. આ પ્રકારના રસદાર ફળોમાં અન્ય વિટામિન્સ અને મિનરલ્સ હોવાથી તે કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે. જો તમારે દાંત અને હાડકા મજબૂત બનાવવા છે, તો તમારે તેનું સેવન કરવું જોઇએ.

​બેરીઝ

જાંબુ, બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને રસદાર ફળો કેલ્શિયમના સારાં સ્ત્રોત છે તેને તમે સલાડ તરીકે ખાઇ શકો છો. આ તમામ ફળોમાં 20 મિલીગ્રામથી પણ વધારે કેલ્શિયમ રહેલું છે.

​કેળ અને બ્રોકોલી

કેળ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોતમાંથી એ છે, તેની સબ્જીનો એક કપ 177 મિલીગ્રામ કેલ્શિયમ આપે છે. જ્યારે કાચા કેળના 1 કપમાં 53 મિલીગ્રામ કેલ્શિયમ છે. તમે તેને સલાડ તરીકે ખાઇ શકો છો. આ ઉપરાંત એક કપ કાપેલી બ્રોકોલીમાં 43 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું છે જ્યારે તેને પકાવ્યા બાદ તે બેગણુ થઇ જાય છે. તે ફાઇબર (પાચન માટે), પોટેશિયમ (હૃદયના સ્વાસ્થ્ય માટે) અને વિટામિન સી (ત્વચા માટે)નો પણ ઉત્તમ સ્ત્રોત ગણાય છે.

​સલગમ ગ્રીન્સ અને કોલાર્ડ ગ્રીન

આ પૌષ્ટિક શાકને ઘણીવાર નજરઅંદાજ અંદાજ કરવામાં આવે છે, પરંતુ અહીં તમને જણાવી દઇએ કે તેમાં 200 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. જો તમે પાલક જેવા અન્ય ગ્રીન શાકભાજીથી કંટાળી ગયા હોવ તો આ તમારાં માટે ઉત્તમ વિકલ્પ છે. કોલાર્ડ ગ્રીનના પકાવેલા શાકમાં 350 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. તેમાં કેલ્શિયમ ઉપરાંત આયર્ન પણ ભરપૂર માત્રામાં રહેલું છે.

​ભીંડા

ભીંડાનું શાક મોટાંભાગે લોકોને પસંદ હોય છે, તેમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. 8 ભીંડામાં લગભગ 65 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story