એપશહેર

જાણીને આશ્ચર્ય થશે પણ વાયરસ વગર અશક્ય છે આપણું જીવન

Mitesh Purohit | I am Gujarat 20 Apr 2020, 3:45 pm
I am Gujarat coronavirus terrified you but this virus are that good that without them human life can not be possible
જાણીને આશ્ચર્ય થશે પણ વાયરસ વગર અશક્ય છે આપણું જીવન


આ વાયરસ ઘાતક નહીં પણ જીવનદાયક છે

નવી દિલ્હીઃ આજકાલ ભલે આપણને વાયરસ આ શબ્દ સંભળાય તો પણ ડર અને શરીરમાંથી લખલખું પસાર થઈ જાય. કદાચ વાયરસ શબ્દ ડિક્શનેરીમાં સૌથી અણખામણો શબ્દ બની ગયો હશે. પરંતુ તમને નહીં ખબર હોય કે એક સાથે હજારો લોકોના મોત માટે જવાબદાર વાયરસો પૈકી કેટલાક એવા પણ છે જેના કારણે માણસ જીવી શકે છે અને જે તે ન હોય તો માણસનું જીવન લગભગ શક્ય જેવું જ નથી. આપણે અહીં કોરોના વાયરસની વાત નથી રહી રહ્યા. કેટલાક વાયરસ માણસના શરીર માટે ઘાતક છે તો કેટલાક વરદાનરુપ, આવા વાયરસ આપણા શરીરમાં જ જન્મે છે અને કાયમ માટે રહે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જન્મ પહેલા જ શિશુમાં હોય છે આ વાયરસ

વૈજ્ઞાનિક સંશોધનમાં તો જાણકારી મળી છે કે કેટલાક વાયરસ તો આપણા જન્મ પહેલા જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી આપણી અંદર એક્ટિવ હોય છે અને તેમના કારણે જ આપણું જીવન શક્ય બને છે. પાછલા કેટલકા વર્ષોથી વૈજ્ઞાનિકો માણસ જાતના DNA પર અનેક સંશોધન કરી રહ્યા છે. તેમને જોવા મળ્યું કે DNAમાં પણ વાયરસની એક આખી વંશાવલી રહેલી હોય છે. માણસના જીન્સમાં વાયરસના લગભગ 1 લાખ નાના નાના કણ મળી આવ્યા છે. જેના કારણે કેટલાક શોધકર્તા માણસને વાયરસથી સંચાલીત પ્રાણી પણ કહે છે.

ગર્ભધારણ થતા જ શિશૂની રક્ષા માટે તૈયાર થઈ જાય છે આ વાયરસ

ઉદાહરણ તરીકે કેટલાક સમય પહેલા એક 3 દિવસના ભ્રૂણમાં 8 કોશિકાઓ મળી આવી હતી. જે ખૂબ જ સૂક્ષ્મ હતી પરંતુ તેની અંદર બાળકના માતા-પિતાના જીન્સ ઉપરાંત HERVK નામનો વાયરસ હતો. જોઆન વાયસક્કા નામના એક વૈજ્ઞાનિક માને છે કે જે કોશિકાઓમાં વાયરસના અંશ મળ્યા છે તે વાયરલ પ્રોટિન પ્રોડક્ટ્સ છે. તેમનું કહેવું છે કે આ એક પ્રકારનો પ્રોટીન વાયરસ માતાના ગર્ભમાં પણ અન્ય વાયરસને ભ્રુણમાં ઘુસીને તેને નુકસાન કરવા સામે રક્ષણ આપે છે. જેમાં ફ્લૂ વગેરે સામેલ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રોટીન વાયરસ જ નવા કોરોના જેવા વાયરસ સામે ગર્ભસ્થ શિશૂને બચવામાં મદદ કરે છે.

ગર્ભનાળનું નિર્માણ પણ વાયરસ કરે છે

આ પહેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે ગર્ભસ્થ બાળક અને માતાને એકબીજા સાથે જોડવાવાળી ગર્ભનાળનું નિર્માણ કરવામાં પણ વાયરસનો ખૂબ મહત્વનો ભાગ છે. જેના કારણે હવે શોધકર્તા એ પણ સંશોધન કરી રહ્યા છે કે હાડકાથી લઈને ત્વચાના નિર્માણ પાછળ પણ શું આવા જ કોઈ વાયરસ ભાગ ભજવી રહ્યા છે?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો