એપશહેર

ડોક્ટરે કહ્યું: ગર્ભ રાખીશ તો જીવ જશે, મહિલા ન માની અને પછી...

I am Gujarat 4 Dec 2019, 5:28 pm
ગર્ભાવસ્થાના આઠમા અઠવાડિયે જ ડોક્ટરે તેને ચેતવી હતી કે પ્રેગનેન્સી કન્ટિન્યુ રાખવાથી તેના અને તેના બાળક બંનેના જીવ પર જોખમ છે. પરંતુ 36 વર્ષની શારી મેકકોય આસાનીથી હાર માને તેમાની નહતી. તેનું પ્રથમ સંતાન જન્મજાત હૃદયની બીમારી સાથે જન્મ્યું હતું અને ફક્ત બે મહિનાની વયે જ અવસાન પામ્યું હતું. હવે માંડ માંડ બીજી વાર ગર્ભાવસ્થા રહ્યા બાદ શારી આ ખુશીને આટલી આસાનીથી હાથમાંથી સરકવા દે તેમ નહતી. જો કે સામે ડોક્ટરે જણાવ્યું તેમ જોખમ ઘણું મોટું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોખુશીની વાત એ છે કે શારીએ બાળકને જન્મ આપ્યો છે. અને બંને મોતને હાથતાળી આપીને હવે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. થયું એવું કે પહેલું સંતાન ગુમાવ્યા બાદ શારીના ગર્ભાશયમાં બીજી વખત એગ એ રીતે ઈમ્પ્લાન્ટ થયું કે તેનાથી શારીના જીવ પર જોખમ આવે તેવા કોમ્પ્લિકેશન અને બ્લીડીંગની શક્યતા વધી ગઈ. ડોક્ટરે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે ગર્ભ રાખશે જો તેના જીવ જવાની પણ શક્યતા છે.ડોક્ટરની સલાહથી વિરુદ્ધ શારીએ પ્રેગનેન્સી કન્ટિન્યુ રાખી. તેને 31 અઠવાડિયે પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો. આટલું જ નહિ, ડિલિવરીમાં તેને પણ ખૂબ વધારે લોહી વહી ગયું. માતા જીવી શકશે કે કેમ તેની શંકા સાથે NICUની નર્સોએ તેના નવજાત બાળકને જન્મના બે દિવસ પછી માતાના રૂમમાં રાખી દીધું જેથી તે તેને પકડી શકે.
થયું એવું હતું કે પ્રેગનેન્સીના આઠમા જ અઠવાડિયે શારીને જાણ કરવામાં આવી હતી કે તેનું ફર્ટિલાઈઝ એગ ભૂલથી ગર્ભાશયમાં પૂર્વ સિઝેરિયનના કાપાના મસલ ટિશ્યુમાં ઈમ્પ્લાન્ટ થઈ ગયું છે. આ ખૂબ જ રેર પ્રકારની ગર્ભાવસ્થા છે અને તેમાં ગર્ભાશયમાં છેદ અને અનિયંત્રિત બ્લીડીંગ સહિત અનેક કોમ્પ્લિકેશન્સ થયા હતા. શારીએ કહ્યું, “મને કહેવામાં આવ્યું કે હું ગર્ભપાત કરાવી દઉં કારણ કે મારો જીવ જોખમમાં છે. જો હું જન્મ આપીશ તો મારુ ગર્ભાશય ફાટી જશે અને હું આઘાતમાં મૃત્યુ પામીશ. મને થયું- તમે લોકો શેની વાત કરો છો?”શારીએ બાળકને જન્મ આપવાનો હિંમતભર્યો નિર્ણય લીધો. ડોક્ટરોએ ગર્ભનું ગર્ભાશયમાં પુનઃસ્થાપન કરવાની સર્જરી કરાવવાની સલાહ આપી. નસીબજોગે સર્જરી સફળ રહી. 29 અઠવાડિયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને સતત દેખરેખમાં રાખવામાં આવી. 31મા અઠવાડિયે શારીની પાણીની કોથી તૂટી ગઈ અને બ્લીડીંગ શરૂ થઈ ગયું. તેને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવી અને તેણે સિઝેરિયન મારફતે ત્રણ પાઉન્ડના બાળકને જન્મ આપ્યો. બાળક પ્રિમેચ્યોર હોવાથી તેને NICUમાં દાખલ કરવામાં આવ્યું.બાળકને જન્મ આપતી વખતે શારીને ઘણું લોહી વહી ગયું હતું. તેને ICUમાં દાખલ કરવી પડી હતી. ત્યાં તેનું ગર્ભાશય કાઢી નાંખવાનું ઓપરેશન કરવામાં આવ્યું. લોહી વહી જતા તેને બ્લડ પ્રેશરની પણ તકલીફ થઈ. તેને 20 બોટલ લોહી ચડાવવું પડ્યું. જો કે અંતે બધુ હેમ ખેમ પાર પડ્યું. બે દિવસે શારી હોશમાં આવી ત્યારે નર્સે તેના રૂમમાં નવજાત બાળકને મૂક્યું. બાળકને જોઈને તેની ખુશીનો પાર ન રહ્યો. તે પોતે સ્વીકારે છે કે બાળકને જોઈને મળતી ખુશીને કારણે તે જલ્દી સાજી થઈ ગઈ.
આજે આ વાતને બે વર્ષ થવા આવ્યા છે પરંતુ માતા કે બાળક બંનેમાંથી કોઈને ખાસ તકલીફ પડી હોય એવું જણાતું નથી. આટલી બધી મુશ્કેલીઓ સામે લડીને જીવનનું જંગ જીતી ગયેલું બાળક માર્ચ મહિનામાં ત્રીજો જન્મ દિવસ ઉજવશે. આ જોતા લાગે છે કે માતાએ પોતાના જીવના જોખમે પણ બાળકને જન્મ આપવાનો લીધેલો નિર્ણય ખરેખર લેખે લાગ્યો છે.

પ્રેગનેન્સીમાં ગ્રીન ટી પીવાય કે નહીં?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો