એપશહેર

મચ્છરના કારણે ફેલાઈ રહ્યો છે ખતરનાક વાયરસ, 9 દિવસમાં જ સ્વસ્થ વ્યક્તિ બ્રેન ડેડ થયો

શિવાની જોષી | I am Gujarat 19 Sep 2019, 2:57 pm
મિશિગનમાં એક સ્વસ્થ વ્યક્તિ માત્ર 9 દિવસમાં જ બ્રેન ડેડ થઈ ગયો અને આમ થવાનું કારણ છે મચ્છર સાથે સંકળાયેલો એક વાયરસ. આ વાયરસને ઈસ્ટર્ન ઈક્વાઈન એન્સેફલાઈટિસ કહેવાય છે. ટૂંકાણમાં આ વાયરસને EEE પણ કહે છે. આ વાઈરસથી પીડિત ગ્રેગ મેકકેનીના ભાઈએ જણાવ્યું કે, ગેગ્રની ઉંમર 64 વર્ષની છે અને તે ખુશહાલ જીવન વિતાવતો હતો. તે સંપૂર્ણ સ્વસ્થ હતો. પરંતુ અચાનક જ એક પ્રકારના ખતરનાક વાયરસના સંપર્કમાં આવતાં જ માત્ર 9 દિવસની અંદર તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોમાર્કે જણાવ્યું કે, થોડા સમય પહેલા તે પોતાના ભાઈ ગ્રેગ સાથે ફાર્મ હાઉસ પર સમય પસાર કરતા હતા. એ વખતે અચાનક શું થયું કંઈ સમજ ના પડી. ડૉક્ટરો પોતાના તરફથી સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે પરંતુ કશું જ સ્પષ્ટ નથી. જાણકારી પ્રમાણે, મિશિગનના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિઝે મંગળવારે સાઉથવેસ્ટ મિશિગનમાં EEE વાયરસના 4 કેસ હોવાની વાત કરી. આ વાયરસની ચપેટમાં આવેલા ચારમાંથી બે લોકોના મોત થયા છે. આ વર્ષે EEE વાયરસના 7 કેસ સામે આવ્યા હોવાની વાત હેલ્થ ડિપાર્ટમેન્ટે કરી.યૂએસના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આ વાયરસ વિશે તજજ્ઞોનું માનવું છે કે EEE વાયરસ જેટલો દુર્લભ છે તેટલો ઘાતક પણ છે. આ મચ્છરોના લીધે ઉત્પન્ન થતો વાયરસ છે. દર વર્ષે આ ઘાતક વાયરસ સાથે સંકળાયેલા 5-10 કેસ સામે આવે છે. જેમાંથી 30 ટકા દર્દીઓના મોત થઈ જાય છે. માથાના કોઈ એક ભાગમાં અચાનક અસહ્ય દુખાવો થવો, ખૂબ તાવ આવવો, ઠંડી લાગવી અને ઊલટી થવી જેવા લક્ષણો પીડિતોમાં જોવા મળે છે. આ વાયરસના ઘાતક લક્ષણોમાં શરીર પર કાબૂ ના રહેવો, કોમામાં જવું વગેરેનો સમાવેશ થાય છે.મિશિગનમાં આ પ્રકારના કેસ એક દશકાથી પણ વધુ સમયથી જોવા મળે છે. વિભાગના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જોંઘ ખલદુને એક જાહેરાતમાં કહ્યું કે, મનુષ્ય અને પાળેલા પ્રાણીઓમાં સતત નોંધાઈ રહેલા આ કેસને જોતા આ બીમારીની ગંભીરતાને સમજવી જોઈ. સાથે જ મચ્છર ન કરડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.તમે વિચારો છો તેના કરતા અનેકગણા ખતરનાક છે મચ્છર
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો