એપશહેર

શું પ્રેગ્નેન્ટ મહિલાઓ આદુ ખાય તો મિસકેરેજ થઈ શકે?

પ્રેગ્નેન્સી દરમિયાન આદુ ખાવું માતા અને તેના બાળક માટે હિતાવહ છે?

I am Gujarat 22 Aug 2020, 11:06 pm
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડે છે કારણે આ સમયમા નાનકડી બેદરકારી વર્તવા પર માતા અને બાળક બંનેના જીવને જોખમ થઈ શકે છે. પ્રેગ્નેન્સીમાં ખાસપણે શું ખાવું જોઈએ અને કઈ વસ્તુથી અંતર રાખવાનું છે તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે.
I am Gujarat ginger during pregnancy in gujarati
શું પ્રેગ્નેન્ટ મહિલાઓ આદુ ખાય તો મિસકેરેજ થઈ શકે?


જો તમને પણ આદુવાળી ચા કે પછી જમવામાં આદુ પસંદ હોય તો પહેલા જાણી લો કે, ગર્ભવતી મહિલાઓએ આદુ ખાવું જોઈએ કે નહીં.

શું પ્રેગ્નેન્સીમાં આદુ ખાઈ શકાય?

આદુ એક સુપરફૂડ છે અને તેમાં ઘણા ઔષધિય ગુણો રહેલા છે. તમે મૉડરેશન સાથે કાચું આદુ ખાઈ શકો છો. પ્રેગ્નેન્સીમાં ગર્ભવતી મહિલાઓએ સૂકા આદુનું મૂળ ન ખાવું જોઈએ.

ગર્ભાવસ્થામાં કેટલું આદુ ખાઈ શકાય

પ્રેગ્નેન્સીમા આદુના સેવન માટે મૉડરેશન કરવું જરૂર છે. એક દિવસમાં તમે બેથી ચાર વખત આશરે 1 ગ્રામ આદુ ખાઈ શકો છો. તમે કાચા આદુની સાથે-સાથે તેને કેન્ડી રૂપમાં પણ ખાઈ શકો છો. કહેવાય છે કે, આદુથી મતલી અને મૉર્નિંગ સિકનેસ દૂર થાય છે. પ્રેગ્નેન્સીના પ્રથમ ક્વાર્ટરમાં આદુવાળી ચા પીવાથી મૉર્નિંગ સિકનેસ દૂર કરવામાં મદદ મળી શકે છે.

પ્રેગ્નેન્સીમાં આદુ ખાવાના ફાયદા

ગર્ભાવસ્થામાં કૉલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવા માટે આદુ અસરકારક છે. આનાથી લોહીનું પરિભ્રમણ સંતુલિત રહે છે અને ભ્રૂલ સુધી પણ પૂરતા લોહીની સપ્લાય થાય છે.

પ્રેગ્નેન્સીમાં ઈમ્યૂન સિસ્ટમ થોડી નબળી થઈ જાય છે જેનાથી જલદીથી સંક્રમણની ઝપેટમાં આવવાનો ખતરો વધી જાય છે. આદુ ઈમ્યૂન સિસ્ટમને મજબૂર કરે છે. તેની મદદથી ભોજનમાં મળનારા પોષકતત્વો સોસવામાં મદદ મળે છે.

સાવધાની વર્તો

આદુ ખાવાથી પ્રેગ્નેન્સીનો થાક દૂર થાય છે અને બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. રાતને સૂતા પહેલા આદુના સેવનથી અપચો, ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યા થતી નથી. જો તમે લોહી પાતળુ કરવાની અથવા બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા હોવ તો ડાયેટમાં આદુને શામેલ કરતા પહેલા ડૉક્ટરને પૂછી લો.

શું આદુથી મિસકેરેજ થઈ શકે છે?

જો તમે વધુ પ્રમાણમાં આદુનું સેવન કરી લો તો તેના લીધે મિસકેરેજ થઈ શકે છે. ડૉક્ટર સાથે આ અંગે ચર્ચા કરો કે, તમે કેટલા પ્રમાણમાં આદુ ખાઈ શકો છો.


પ્રેગ્નેન્સી ડાયેટમાં કેવી રીતે કરવું શામેલ

તમે ઘણી રીતે પોતાના ડાયેટમાં આદુને શામેલ કરી શકો છો જેમાં ચા, કેન્ડી અથવા કેપ્સ્યૂલ. શાક અને દાળ બનાવતી વખતે તેમાં આદુ નાખી શકો છો. આ ઉપરાંત ગરમ પાણીમાં થોડી મીનિટ માટે આદુને ઉકાળીને તે પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

સૂપમાં પણ આદુ નાખી શકો છો અને આદુ, તજ તથા ફુદીનાની ચા બનાવી પી શકો છો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો