એપશહેર

ડાર્ક સ્કિન માટે બેસ્ટ છે ચણા અને લીંબૂનું આ માસ્ક, થોડા દિવસમાં જ દેખાવા લાગશે અસર

મિત્તલ ઘડિયા | I am Gujarat 31 Oct 2019, 12:22 pm
દરેક છોકરી કે મહિલા ઈચ્છે છે કે તે સુંદર દેખાય, તેની સ્કિન ફેર હોય, તે માટે તેઓ મેકઅપથી લઈને બ્યૂટી ટ્રિટમેન્ટસનો પણ આશરો લે છે. તેનાથી તેની સ્કિન ફેર તો થઈ જાય છે, પરંતુ સાથે જ સ્કિન સંબંધિત ઘણી તકલીઓ અને એલર્જી પર ફ્રીમાં મળી જાય છે. ઘણી છોકરીઓને તો ખીલ પણ નીકળી આવે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:સ્કિન ટોન લાઈટ કે ડાર્ક હોવો સામાન્ય વાત છે અને જરૂરી નથી કે દરેકનો સ્કિન ટોન ફેર હોય. પરંતુ કેટલાર ઘરેલું નુસખા દ્વારા સ્કિન ટોનને ઘણા પ્રમાણમાં નિખારી શકાય છે. અમે તમને જણાવીશું એક એવા ફેસ માસ્ક વિશે જે ડાર્ક સ્કિન ટોન માટે એકદમ પર્ફેક્ટ છે.સ્કિન પર આ રીતે કામ કરે છે ચણા અને લીંબૂઆ માસ્ક ચણા અને લીંબૂમાંથી બનાવવામાં આવે છે. ડાર્ક સ્કિન માટે તેને બેસ્ટ માનવામાં આવે છે કારણ કે ચણા સ્કિનને એક્સફોલિએટ કરીને ડેડ સેલ્સને રિમૂવ કરે છે. ખીલને દૂર કરે છે અને સનટેન પણ હટાવે છે. આટલું જ નહીં ચહેરા પરના ડાઘ દૂર કરવામાં પણ તે મદદ કરે છે. તો લીંબૂમાં સ્કિન લાઈટનિંગ પ્રોપર્ટીઝ હોય છે. જ્યારે ચણા અને લીંબૂના આ તત્વો સાથે મળે છે તો ચહેરા પર જાદૂઈ અસર કરે છે.આ રીતે બનાવો ચણા અને લીંબૂનું માસ્ક2-3 ચમચી બેસન લો અને તેમાં એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. હવે તેમાં 2-3 ટીપા ગુલાબજળના એડ કરીને સરખી રીતે મિક્સ કરી લો. હવે આ માસ્કને ચહેરા પર સરખી રીતે લગાવી દો. અડધા કલાક બાદ ફેસ ધોઈ લો, આ માસ્કને અઠવાડિયામાં બે દિવસ લગાવો. થોડા સમયમાં જ અસર દેખાવા લાગશે.ખાવા-પીવાની આ પાંચ ખોટી આદતોના કારણે વધી જાય છે વજન
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો