એપશહેર

સૌથી લાંબી અને સારી જિંદગી જીવે છે આ દેશોના લોકો

Shailesh Thakkar | I am Gujarat 1 Apr 2018, 11:05 pm
I am Gujarat heathiest contries in the world
સૌથી લાંબી અને સારી જિંદગી જીવે છે આ દેશોના લોકો


આ છે દુનિયાના સૌથી હેલ્ધી દેશ

કોઈ દેશ આર્થિક રૂપે સદ્ધર બની શકે પણ તેના દ્વારા તે સ્વાસ્થ્યની રીતે હેલ્ધી બની શકતો નથી. પણ જો ત્યાં રહેનારા લોકો આવું કરવાનું વિચારી લે તો તે અશક્ય નથી. આજે અમે તમને એવા જ કેટલાક દેશો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જ્યાંના લોકોની મોટાભાગની આદતો હેલ્ધી છે અને આને કારણે ત્યાં બીમારીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ દેશોના લોકો બીમારી કરતા પોતાની હેલ્થ પર વધારે ખર્ચ કરે છે.

સૌથી લાંબું જીવે છે મોનેકોના નાગરિકો

લાંબું જીવન તમારા સારા સ્વાસ્થ્યની નિશાની છે. આના માટે સારું ભોજન, ફિટનેસ અને તણાવમુક્ત જીવનશૈલી જરૂરી છે. યૂરોપના નાનકડા દેશ મોનેકોના નાગરિકોનું સરેરાશ આયુષ્ય 89.63 વર્ષ છે. અહીંના લોકો પોતાના ખાન-પાન પર પૂરતુ ધ્યાન આપે છે અને શક્ય તેટલો ઓછો સ્ટ્રેસ લે છે.

જાપાન

જાપાન વિશે એવું કહેવામાં આવે છે કે, અહીં યુવાનોની સરખામણીમાં ઉંમરલાયક લોકોની સંખ્યા ઘણી વધારે છે. ઘણા જાપાનીઝ લોકો તો 120 વર્ષ સુધી પણ જીવે છે. આની પાછળનું મુખ્ય કારણ તેમની ખાણી-પીણી છે. જાપાનનો લોકો માછલી વધુ પ્રમાણમાં ખાય છે. સાથે જ રેડ મીટ, ડેરી પ્રોડક્ટ્સ વગેરે ખાવાથી દૂર રહે છે. જાપાનીઝ લોકો ગ્રીન ટીનું સેવન કરે છે અને તાજા લીલા શાકભાજી પર વધારે ફોકસ કરે છે. જાપાનના લોકોની સરેરાશ ઉંમર 84.19 વર્ષ છે.

સિંગાપુર

સિંગાપુર તેની સુંદરતા અને શાનદાર બાંધકામ માટે આખી દુનિયામાં લોકપ્રિય છે જ પણ બહુ ઓછા લોકો એ વાત પર ધ્યાન આપે છે કે, સિંગાપુરે પર્યાવરણ પર પૂરતું ધ્યાન આપ્યું છે અને અહીંના લોકો ગંદકી બિલકુલ પસંદ કરતા નથી. સિંગાપુરના દુનિયાના સૌથી સ્વચ્છ દેશોમાં સ્થાન મળે છે. અહીંના લોકોની સરેરાશ ઉંમર 84.07 વર્ષ છે.

ફ્રાન્સ

ફ્રાન્સનું નામ સાંભળતા જ ભલે તમારા દિમાગમાં એફિલ ટાવરની છબિ ઊભરી આવે પણ અહીંના લોકોનું સ્વાસ્થ્ય એફિલ ટાવર જેવું જ અડિખમ છે. ફ્રાન્સના લોકો ખૂબ જ હેલ્ધી ખોરાક ખાય છે અને ઓછા પ્રમાણમાં રેડ વાઈનનું સેવન કરે છે જે હાર્ટ માટે ઘણી લાભદાયી છે. સાથે જ અહીંના લોકો નિયમિતપણે વૉક કરે છે અને તણાવથી દૂર રહે છે. આ દેશના લોકો સરેરાશ 81.56 વર્ષ જીવે છે.

આ દેશોના નાગરિકો પણ ખૂબ હેલ્ધી

આ ઉપરાંત ગ્રીસ, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડના લોકોની સરેરાશ ઉંમર પણ 80 વર્ષથી વધુ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો